બનાસકાંઠા જીલ્લા ના પાલનપુર શહેરપૂર્વ પોલીસ પોલીસ સ્ટેશન ખાતે બકરી ઇદના તહેવાર અનુસંધાને પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશન ના પી.એસ.આઈ ના અધ્યક્ષ સ્થાને હિંદુ સમાજના આગેવાનો ની ઉપસ્થિતિ માં શાંતી સમિતિ ની મીટીંગ રાખવામાં હતી, આ પ્રસંગે પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશન ના પી.એસ.આઈ દ્વારા શાંતિ સમિતિના સભ્યો અને આગેવાનો સાથે આવતા હિન્દુ મુસ્લિમ તહેવાર અનુરૂપ ભાઈચારા અને શાંતિમય વાતાવરણમાં ઉજવણી કરવા અનુરોધ કર્યો હતો. તહેવાર પ્રસંગે કાયદો અને વ્યવસ્થા જાળવવાની ખાતરી આપી હતી અને પોલિસ મિત્રો ને પણ પ્રજાએ સાથ સહકાર આપવા અપીલ કરી હતી. આગામી ધાર્મિક તહેવારો ને લઈ શાંતિ જાળવવા હિન્દુ મુસ્લિમ આગેવાનો અપીલ કરવામાં આવી હતી.