બનાસકાંઠામાં ભાજપના સદસ્યા અભિયાનમાં નવો વિવાદ છેડાયો છે.શિક્ષકોને સભ્ય બનાવીને જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાએ ટ્વીટ કરી પોસ્ટ વાયરલ કરતાં વિવાદ છેડાય છે.બાદ કાંકરેજના ધારાસભ્યએ શિક્ષણ મંત્રીને લેખિત પત્ર લખી શિક્ષકોને રાજકારણથી દૂર રાખવા રજૂઆત કરી છે. કાંકરેજ તાલુકામાં જિલ્લા ભાજપની હાજરીમાં શિક્ષકો ભાજપના સદસ્યતા ધારણ કરતા કોંગ્રેસના કાંકરેજ ધારાસભ્ય અમૃત ઠાકોર નારાજી વ્યક્ત કરી આવા શિક્ષકો સામે પગલાં લેવા લેખિત રજૂઆત કરતા મામલો ગરમાયો છે.તો બીજી બાજુ વિસનગરમાં ભાજપ સદસ્યા બનાવવા મુદ્દે ફરિયાદ નોંધાઈ છે.
બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીમાં પાછલા કેટલાક દિવસોથી સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે.જેમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાએ કાંકરેજની પ્રાથમિક શાળાના શિક્ષકોને ભાજપના સદસ્યતા અભિયાનમાં જોડી તે પોસ્ટ સોશિયલ મીડિયા પર રજૂ કરી હતી.કાંકરેજ તાલુકામાં સરકારી નોકરી કરતા પ્રાથમિક શાળાના કેટલાક સભ્યો એ ભાજપના નેતાઓને વ્હાલા થવા જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિ સિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં પોતાના મોબાઈલથી ભાજપના સદસ્યતા અભિયાનમાં જોડતા કાંકરેજ ધારાસભ્ય અમૃત ઠાકોરે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને આવા શિક્ષકો સામે પગલાં લેવા લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે “કોઈ પણ સરકારી કર્મચારીઓ કોઈ પણ પક્ષના સભ્ય બની શકતા નથી અને શિક્ષણમાં તેમની વિશ્વનીયતા સામે સવાલ ઉભા થાય છે ત્યારે તેમની સામે પગલાં લેવા જોઈએ.
કાંકરેજમાં પ્રાથમિક શાળાના શિક્ષકોને ભાજપની સદસ્યતા આપવા મુદ્દે વિવાદ શરૂ થયો છે. આ મુદ્દે જીલ્લા શિક્ષના અધિકારી યે હૈ ન્યુઝ ઇન્ડિયા ટીમ સાથે ની વાતચીત માં જણાવ્યું હતું કે કાંકરેજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તપાસ કરી અહેવાલ સોંપ્યો છે. વધુમાં અધિકારીએ જણાવ્યું કે, શિક્ષકોના ઘરના સભ્યો સદસ્યતા અભિયાનમાં જોડાયેલા હતા.