ડીસા શહેર દક્ષિણ પોલીસે રાજસ્થાનમાં ગરીબ પરિવારોને ફસાવી ખોટા આધારકાર્ડ બનાવી છોકરીઓના પિતા બની લગ્ન કરાવી લોકો પાસેથી લાખ્ખો રૂપિયા પડાવતા આધેડ આ કેસનો મુખ્ય આરોપી ડીસામાં રહેતો હોવાની માહિતી મળી હતી. તેમજ ડીસા શહેર દક્ષિણ પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે સમયે છેતરપિંડી આચરનાર ટોળકીનો એક વ્યક્તિ ડીસાની ગૌરી સદન સોસાયટીમાં રહેતો હોવાની માહિતી મળતાં જ પોલીસે તપાસ હાથ ધરી હતી અને આરોપી મીઠાલાલ ચુનીલાલ રાજપુરોહિતને ઝડપી પાડ્યો હતો. પોલીસે સીઆરપીસી કલમ 41-1 મુજબ આરોપીની અટકાયત કરી રાજસ્થાનની જાલોર કરડા પોલીસને જાણ કરી આરોપીને સોંપી દીધો હતો. ફરિયાદીનું માનવું છે કે, આ આરોપીઓએ ઘણા પરિવારોને આ રીતે ફસાવી ગરીબ છોકરીઓનાં બળજબરીથી લગ્ન કરાવી દીધાં છે. જેથી પોલીસે તે દિશામાં પણ તપાસ કરી રહી છે.