બનાસકાંઠા જીલ્લા માં કેનાલ માં ડૂબવાના બનાવ માં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે.ત્યારે આજે વધુ એક દિયોદર તાલુકાના કોતરવાડા ગામે આધેડે નર્મદા ની મુખ્ય કેનાલ માં પાણી ની પાઈપ લાઈન ને લઈને નર્મદા નહેર પર પહોચતા આધેડ લપસી જતા ડૂબ્યો હોવાના સમાચાર મળતા સ્થાનિક તરવૈયા ઓ એ કલાકો સુધી શોધખોળ હાથધરી હતી.પરંતુ ડેડબોડી ના મળતા સ્થાનિક તરવૈયા તેમજ પરિવારજનો દ્વારા થરાદ નગરપાલિકા ની ફાયર ટીમ નો સંપર્ક કરતા ફાયર ફાઈટર ની ટીમ ધટના સ્થળે પહોચી હતી.નર્મદા કેનાલ માં શોધ ખોલ હાથધરી હતી.ત્યારે ત્રણ કલાક ની શોધખોળ બાદ ડેડબોડી દિયોદર તાલુકાના કોતરવાડા ગામે સનેસડા પુલ નજીક મળી આવી હતી.જોકે બહાર નીકાળી પરિવારજનો નો સંપર્ક કરતા આ આધેડ બળવંતભાઈ મસાભાઈ ઉંમર 45 કોતરવાડા હોવાનુ જાણવા મળતા આધેડ ની લાશ ને તેના વાલી વારસદાર સોપવામાં આવી હતી.