
યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : સુઈગામ
બનાસકાંઠા નુ સરહદી વિસ્તાર નુ છે છેવાડા નુ સુઇગામ ગામ ના તમામ ખેડૂતો દ્વારા આજરોજ રાધે ક્રિષ્ના મંદિર ખાતે મીટીંગ ઑજવા મા આવી સુઇગામ.અને વાવ તાલુકાના 21 ગામોમાં ગામે-ગામ ખેડૂતો તેમજ આગેવાનો મોટી સંખ્યામાં એકઠા થઇ સભાઓ યોજી હતી. સભામાં થયેલી ચર્ચા મૂજબ જો 21ગામોની બ્રાન્ચ કેનાલની માગણી નહી માનવામાં આવે તો આગામિ 2022ની વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે. એકઠા થયેલ આગેવાનો તેમજ ખેડૂતોના જણાવ્યા પ્રમાણે હવે નેતાઓના ખોટાં વચનો તથા દિલાસાઓ ઉપર વિસ્વાસ મૂકવામાં નહિ આવે. 2022ની ચૂંટણી પહેલા બ્રાન્ચ કેનાલની નકકર કામગિરી નહિ કરવામાં આવે તો નેતાઓ ઉપર વિશ્વાસ નહિ મૂકવામાં આવે. એકઠા થયેલ ખેડૂતોએ એમ પણ જણાવ્યુ હતુ કે આ 21 ગામો ને પિયત માટે બોર,કૂવા,કેનાલ કે બીજા કોઇ પણ પ્રકારની સગવડ નથી. આ પરિસ્થિતિ માં જો સરકાર દ્રવારા ખેડૂતોની કેનાલની સમાગણી સ્વિકારવામાં ન આવે તો આવનાર સમયમાં આ 21 ગામોના ખેડૂતોને આ વિસ્તારમાંથી હીજરત કરીને ગુજરાતના અન્ય વિસ્તારમાં રોજગારી મેળવવા જવુ પડશે તેમાં કોઇ શંકાને સ્થાન નથી. આ વિસ્તાર યુવાનોનુ પણ માનવુ છે કે જો સરકાર હજારો કરોડના પુલો બનાવી શકતી હોય,હજારો કરોડના રસ્તાઓ બનાવી શકતી હોય ,ઉધ્યોગપતિઓના હજારો કરોડ ના કરવેરા માફ કરી શકતી હોય તો પછી આ 21 ગામોના ખેડુતોને થયેલ અન્યાય કેમ સરકાર ને કેમ દેખાતો નથી. આથી આ 21 ગામોના ખેડૂત સરકારને પૂછવા માંગે છે કે શુ અમારી પાસેથી કરવેરા લેવામાં આવતા નથી કે અમે આ દેશ કે રાજ્યના નાગરિક નથી જેવા પશ્નો કરવામાં આવ્યા ..