બનાસકાંઠા જીલ્લા ના વાવ તાલુકા મથકે ખેડૂતો ના પ્રશ્નો ને લઈને ભારતીય કિશાન સંધ ના પ્રદેશ ના પ્રતિનિધિ ના અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજાઈ હતી.જેમાં ખેડૂતો દ્વારા વિવિધ મુદ્દાઓ જેવા કે બે મહિનાથી નવીન વીજ જોડાણ ના ટેસ્ટ રીપોર્ટ આપવા છતાં કામગીરી ન કરવા ,ડીપી સ્ટ્રક્ચર બનાયેલા હોવા છતાં વીજ જોડાણ ન આપવા ,તેમજ જ્યોતિ ગ્રામ યોજના અંતર્ગત વાવ અને વાવ ની આજુબાજુ ના ગામડાઓ માં વારંવાર બિનજરૂરી મહાકાય મશીનરી પસાર કરવાથી ખેડૂતો પરેશાન,તેમજ વાવ આજુબાજુ માં ગામડાઓ માં અને જોરડીયાળી ડીસ્ટીબુટર માંથી પસાર થતી માઈનોર બે માં ભ્ર્સ્તાચાર અંગે તપાસ કરવા ની માંગ સાથે બેઠક માં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.ત્યારે બાદ વાવ ઉત્તર ગુજરાત વીજ કંપની ની કચેરી ખાતે ખેડૂતો ના પ્રશ્નો ને લઈને રજૂઆત કરવામાં આવી હતી.જો આ બાબતો ને ugvcl ના ક્રમચારીઓ ૪ દિવસમાં કામીગીરી નહિ આરંભે અથવા તો ધ્યાન માં નહિ લે તો કચેરી ખાતે ઉગ્ર અંદોલન કરવામાં ની માંગ કરી હતી.આજ ની આ બેઠક માં ગુજરાત પ્રદેશ પ્રતિનિધિ હીરાભાઈ માળી , ,જીલ્લા કોષાઅધ્યક્ષ કે કે પટેલ તેમજ વાવ તાલુકા ભારતીય કિશાન સંઘ ના પ્રમુખ હીરાજી ગોહિલ સહીત વાવ તાલુકા ભારતીય કિશાન સંઘ કારોબારી ના સભ્યો સહીત ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.