
યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : દિયોદર (લલિત દરજી )
વર્તમાન સમયમાં શિક્ષણ નું મહત્વ વધી ગયું છે શિક્ષણ થકી સમાજની ઓળખ બની ત્યારે વિવિધ સમાજ શિક્ષણ તરફ દોટ મૂકે છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના દરજી સમાજે પણ શિક્ષણ તરફ અને સમાજ એક જુથ બને આગળ વધવા માટે એકતા સંગઠની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ગુરૂવારના રોજ દરજી સમાજ એ એક મિટિંગ બોલાવી હતી અને દરજી સમાજનું સંગઠન મજબૂત બને અને સમાજ કઈક આગળ વધે ને વિકાસ થાય તે માટેની ચર્ચા કરી હતી એક મોટું મજબૂત સંગઠન બનાવી સમાજમાં શ્રેષ્ઠ સમાજ તેમજ શિક્ષણ થકી સમાજની ઓળખ થાય તે માટેની ચર્ચા કરવામાં આવી હતી.દરજી સમાજનું ટ્રસ્ટ બને અને સમાજના યુવાનોને શિક્ષણ મળે અને સમાજ માં કુરિવાજો થી બહાર નીકળે ને જાગૃત થાય તે માટેની ચર્ચા કરવામાં આવી હતી દિયોદર ભાભર-વાવ સૂઇગામ થરાદ તેમજ ગાંધીનગરથી સમાજના આગેવાનોનું મુલાકાત કરી હતી આગામી સમયમાં ગામડે ગામડે મિટિંગનું આયોજન કરી સમાજના વિકાસ માટે આગળ વધવા માટે બાનાસકાંઠા પીપપંથી દરજી સમાજ આગળ વધે એ નક્કી કર્યું છે..આ પ્રસંગે પ્રમુખ રંગનાથભાઈ પાઢીયાર રાયમલભાઈ રાઠોડ લલિત ભાઈ દરજી લાલાભાઈ દરજી જામાંભાઈ દરજી કરશનભાઇ પઢીયાર મુકેશભાઈ દરજી ભૂરાભાઈ દરજી પીરાભાઈ દરજી ટીનાભાઈ દરજી જયરામભાઈ દરજી દરજી સમાજના આગેવાનો અને યુવાન મીત્રો માં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા