“સ્વભાવ-સ્વચ્છતા, સંસ્કાર-સ્વચ્છતા”ના ધ્યેય સાથે તથા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં અલગ અલગ થીમ આધારિત સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ છે. લોકોમાં સ્વચ્છતા બાબતે જાગૃતિ ફેલાય તે હેતુથી ૧૭ સપ્ટેમ્બરથી આરંભાયેલા સફાઈ અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે.
આવતીકાલે તા.૨૨ સપ્ટેમ્બરના રોજ સવારે ૯ કલાકે બનાસકાંઠાના મુખ્યમથક પાલનપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવેના અધ્યક્ષ સ્થાને મેરેથોન દોડનું આયોજન કરવામાં આવશે. આ સ્વચ્છતા મેરેથોન દોડ સરકારી ઉચ્ચત્તર માઘ્યમિક કુમાર શાળા,શશિવન (જહાનારા બાગ) થી શરૂ કરીને કલેક્ટરશ્રીની કચેરી ખાતે કુલ ૧.૬૦ કિલોમીટરના અંતરે સમાપન કરાશે.
સદર સ્વચ્છતા મેરેથોન દોડમાં જિલ્લાના અધિકારીશ્રીઓ,પદાધિકારીઓ અને વિદ્યાર્થીઓ જોડાશે. બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના નાગરિકોને મેરેથોન દોડમાં જોડાવા અનુરોધ કરાયો છે.