દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મન કી બાત કાર્યક્રમ થકી દેશની જનતાને સંબોધન કર્યું હતું ખાસ કરીને આજે દેશના વડાપ્રધાન એ વિશ્વના સૌથી લોકપ્રિય નેતા છે ત્યારે આજે મન કી બાત કાર્યક્રમ થકી દેશમાં સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસના કાર્યોને લઈ આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમ થકી લોકો સુધી પહોંચાડ્યા હતા. આજે યોજાયેલા આ મન કી બાત કાર્યક્રમમાં સમગ્ર દેશ એક સાથે જોડાઈ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનને સાંભળ્યું હતું આજે ખાસ સરકાર દ્વારા મહિલાઓ માટે નાના બાળકો માટે ખેડૂતો માટે તેમજ વિદ્યાર્થીઓ અને દેશ માટે જે વિકાસના કાર્યો કરવામાં આવ્યા છે તેને લઈ દેશના વડાપ્રધાને લોકો સાથે ચર્ચા વિચારણા કરી હતી જે અંતર્ગત ડીસાના રીજમેન્ટ વિસ્તાર ખાતે પણ આજે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા ની અધ્યક્ષતામાં મન કી બાત કાર્યક્રમ યોજાયો હતો.જેમાં આજે મનકી બાત કાર્યક્રમ વૉર્ડ 2માં બુથ નંબર 233માં યુવા મોરચાના કાર્યકર્તા હસમુખભાઈ સોલંકીના ઘરે યોજાયો.જેમાં ડીસા શહેરના ધારાસભ્યશ્રી શશીકાંત પંડયા સાહેબ,પ્રદેશ યુવા મોરચાના કારોબારી સભ્ય તેમજ ડીસા વિધાનસભાના યુવા મોરચાના સંયોજક સચિનભાઈ પ્રજાપતિ ,જીલ્લા કારોબારી સસ્ય શ્રીમતી કાંતાબેન પટેલ, ડીસા વિધાનસભા સોશિયલ મીડિયાસહ ઇન્ચાર્જ રાકેશ ઠક્કર વોર્ડ નંબર 2 ના પ્રભારી રામભાઈ ઠાકોર વોર્ડ નંબર 2 ના શક્તિ કેન્દ્ર પ્રમુખ દીપકભાઈ લોધા બુચપ્રમુખ હસમુખ ભાઈ ઠાકોર તેમજ મંડળના કાર્યકર્તાઓ,પ્રવાસી કાર્યકર્તાઓ,હોદેદારો, યુવાનો/મહિલાઓ મનકી બાત કાર્યક્રમ નિહાળ્યો સાથે પેજ સમિતિના સદસ્યો સાથે સંવાદ સાંભળ્યો હતો.