પત્રકારો અને પોલીસનો નાતો ખૂબ ગાઢ રહ્યો છે. કામગીરીની વાહવાહી લૂંટવી હોય કે, ઘટના પાછળની હક્કિત જાહેર કરી અથવા છુપાવીને લાભ લેવો હોય. આ તમામ ખેલ ખેલવા પોલીસ અધિકારીઓ પત્રકારોનો સહારો મેળવે છે.ત્યારે સરહદી વિસ્તાર વાવ-થરાદ અને બનાસકાંઠામાં લકી ડ્રો યોજીને કરોડો રૂપિયા ખંખેરવાના જેમના પર આરોપ છે એ અશોક માળી પાસે એક ઉત્તર ગુજરાત નામાંકિત દૈનિક પેપરના કથિત પત્રકારે ડ્રો સંચાલક પાસે અઢી લાખ પડાવ્યા હોવાનું કથિત ઓડીઓ કલીપ વાયરલ થઇ છે.જોકે સમગ્ર મામલે પોલીસ બેડા ના ઉચ્ચઅધિકારી ની પણ સંડોવણી હોવાનું ચર્ચા સ્પદ છે.

સમગ્ર મામલે વાત કરવામાં આવે તો આ કથિત પત્રકારે સૌ પ્રથમ પોલીસ મથકે જાગૃતનાગરિક બની ડ્રો સંચાલકો સામે અરજી આપતો અને ત્યારબાદ કથિત પોલીસઉચ્ચ અધિકારી અને પત્રકાર મળીને સમગ્ર ડ્રો સંચાલક પાસે તોડબાજી કરતા હોવાનું પણ લોક ચર્ચા ચાલી રહી છે.જોકે આ ડ્રો મામલે પોલીસે કાર્યવાહી પણ હાથધરી હતી.પરંતુ તોડબાજીના કાંડમાં પોલીસની પરોક્ષ સંડોવણીને નકારી શકાય તેમ નથી.
કથિત પત્રકારે ડ્રો સંચાલક સામે પોલીસ ફરિયાદ
જોકે સમગ્ર કાંડ માં ગત રોજ આગથળા પોલીસ મથકે ડ્રો સંચાલક ના વિરુધ માં કથિત પત્રકાર ને જાન થી મારીનાખવા તેમજ પરિવાર ના સભ્યો નું અપહરણ કરી નાખવા ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ પણ નોધાઇ છે.
પોલીસ પત્રકાર અને ડ્રો સંચાલક સામે અનેકો સવાલો ઉઠ્યા
જોકે આ સમગ્ર મામલે જોઈ તો ડ્રો સંચાલક અશોકમાળી ,કથિત પત્રકાર ,તેમજ પોલીસ ના સામે અનેકો સવાલ ઉભા થયા છે.જેવા કે શું ખરેખર અશોક માળી પત્રકારો અને પોલીસ કાવતરા કરી બદનામ કરી રહ્યો છે ? કે શું કથિત પત્રકારે ખરેખર પૈસા લીધા છે? અને ખરેખર પૈસા લીધા છે તો તેમાંથી પોલીસ ને કેટલા આપ્યા છે ? જો પૈસા લીધા છે તો આ વિસ્તાર માં અનેકો ડ્રો થયા છે તો શું અનેક ડ્રો સંચાલકો સામે ડ્રો કાંડ ના નામે પત્રકારે પૈસા કેટલી ઉધરાણી કરી હશે તેવા અનેકો સવાલો લોકો માં ઉદ્ભવી રહ્યા છે.
બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તાર માં થતા ડ્રો અને સંચાલક અશોક માળી અને કથિત પત્રકાર સામે જીલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણા અને રાજ્ય ના ગૃહ રાજ્ય મંત્રી આ મામલે નિષ્પક્ષ તપાસ કરાવે તે જરૂરી બન્યું છે.