બનાસકાંઠા જીલ્લા ના થરાદ ખાતે વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી ના ભાગ રૂપે નાણદેવી માતાજીની મંદિરની બાજુમાં આવેલી ભીલ સમાજની વાડીથી ભવ્ય રેલી યોજવામાં આવી હતી ડીજે સાઉન્ડ સાથે આદિવાસી દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી ઉજવણીમાં થરાદ નાં પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુત ઉપસ્થિત રહી અને રેલીને પ્રસ્થાન કર્યું હતું. આદિવાસી સમાજ ની રેલી થરાદના માર્ગો પર નીકળી હતી
જેમા બળીયા હનુમાન ચોકમાં રામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ રાજપુત રામ સેવા સમિતિ તેમજ ક્ષત્રિય કરણી સેના સહિત અન્ય સંગઠનો એ રેલીનું ફૂલહાર થી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.રાજપૂત સમાજના પ્રમુખ ડી ડી રાજપુતપુથસિંહ રાજપુત બનાસ બેંકના ડિરેક્ટર શૈલેષભાઈ પટેલ ,થરાદ તાલુકા કોંગ્રેસના આંબાભાઇ સોલંકી પ્રધાનજી ઠાકોર ,સુથાર સમાજ દ્વારા રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું વિવિધ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં મોટી સંખ્યામાં આદિવાસી ભીલ સવાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા