બનાસકાંઠાના સુપ્રસિદ્ધ યાત્રા ધામ અને મીની દ્વારકા થી ઓળખાતા વાવ તાલુકાના ઢીમા ગામે આજે ચૈત્રી પૂનમના દિવસે ભવ્ય મોટો લોકમેળો યોજાયો હતો જેમાં હજારોની સંખ્યામાં યાત્રાળુઓ ધરણીધર ભગવાનના ચરણોમાં શિશ ઝુકાવી દર્શણ કરી ધન્યતા અનુભવી હતી .જોકે યાત્રાધામ ઢીમા ની અંદર અગિયારસથી લઈને ને દર પૂનમના દિવસે ભવ્ય મોટો લોક મેળો યોજાય છે જેમાં દુર દુર થી ભક્તો ઉમટ્યા હતા જેમાં કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર અમદાવાદ રાજસ્થાન જેવા અનેક રાજ્યો અને શહેરો માથી બાધા આખડીઓ રાખીને બેઠેલા યાત્રાળુઓ તેમની માનતા પૂર્ણ કરવા ઢીમા માં બિરાજમાન ધરણીધર ભગવાનના ધામમાં ઉમટ્યા હતા .