- (ગોલપ)પ્રાથમિક શાળા માં મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
- ગામ ને આસ્વસ્થ કરવા મેડીકલ કેમ્પ નું આયોજન
- કોરડીયા પરિવાર સેવા અમદાવાદ ના અનુભવી ડો. ચિરલ દિપુ ભાઈ ગાંધી ફ્રી મેડીકલ કેમ્પ નું આયોજન
યે હૈ ન્યુઝ ઇન્ડિયા :સુઈગામ
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં કોરોનાનો કહેર વર્તાઈ રહયો છે, સરહદી વિસ્તારના લોકો સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં જગ્યા પણ મળતી નથી,સમગ્ર સરહદી પંથકની વાત કરીએ તો વાયરલ ફીવરના રોગો વધારે જોવા મળી રહ્યા છે તાવ,ખાંસી,માથુ તેમજ અન્ય રોગોથી કેટલાય લોકો પીડાઈ રહ્યા છે, પણ કોરોનાના ભયના કારણે ઘણા લોકો સરકારી હોસ્પિટલમાં દવા કરાવવા જતા નથી, ગામમાં ઘણા બધા લોકો બીમાર જોવા મળી રહ્યા છે, જયારે મૂલ નેસડા ગામની વતની એવા શ્રી ડાયાલાલ વાલચંદ કોરડીયા પરિવાર (હાલ રે. સુરત નિવાસી )દ્વારા નેસડા (ગોલપ)પ્રાથમિક શાળા માં આજે તા ૦૮/૦૫/૨૦૨૧ ના મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં ફ્રી સેવામાં તાવ, શરદી, ખાંસી જેવી બિમારીઓની તપાસ, કોરોના ટેસ્ટ, BP, ઓક્સિજન વગેરેની ફ્રી સારવાર આપવામાં આવી હતી, જ્યારે આવી કપરી પરિસ્થિતિમાં આવા સેવાભાવી કોરડીયા પરિવાર સેવા કરવા આવ્યા છે ત્યારે "જન સેવા એજ પ્રભુ સેવા"ને સાચા અર્થમાં સાર્થક કરવા અમદાવાદ ના અનુભવી ડો. ચિરલ દિપુ ભાઈ ગાંધી(બેણપ ગામના વતની)અને તેમની સંપુર્ણ ટીમ સાથે આજે આ કેમ્પમાં ફ્રી સેવા આપવામાં આવી હતી. પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ઈશ્વર ભાઈ રાજપુત તરફથી જણાવવામાં આવ્યું હતું કે સરકાર શ્રી ની ગાઇડલાઇન મુજબ અને સુઈગામ તાલુકા વિકાસ અધિકારી શ્રીમતી કાજલ બેન આંબલીયા ના આદેશ મુજબ બે દિવસ પહેલા થી પ્રાથમિક શાળાની અંદર આઈશોલેસન રૂમ બનાવવામાં આવેલ છે માટે તપાસ દરમિયાન જો કોરોના પોઝિટિવ કેસ નિકલસે તો પ્રાથમિક શાળામાં આઈશોલેસન બેડમાં દાખલ કરવા માટે સમજાવવામાં આવશે. વધુમાં ગોવિંદરામ ગામોટ શ્રી એ ગ્રામજનો વતી મિડીયાના માધ્યમથી સરકાર શ્રી ને જણાવવાનુ કે હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે ગામમાં પ્રથમતો રશીના ડોઝ નથી તો તાત્કાલિક ધોરણે સરકાર શ્રી રશીના ડોઝની વ્યવસ્થા કરવામાં આવે, કોરોના ટેસ્ટ પણ ચાલુ કરવામાં આવે એવી આરોગ્ય મંત્રી સુધી વાત પહોંચાડવા વિનંતી કરવામાં આવી હતી.