ગુજરાત વિધાનસભા ની ચુંટણી ને માત્ર દિવસો બાકી રહ્યા છે ત્યારે વાવ વિધાનસભા માં આમ આદમી પાર્ટી ના ઉમેદવાર ને લઈને પોતાનીજ પાર્ટી ના કાર્યકરો તેમજ હોદેદારો એ સામુહિક રાજનામા આપ્યા હોવાની ધટના સામે આવી છે.જેમાં વાવ વિધાનસભા ના આપ ના ઉમેદવાર ભીમ પટેલ કોઈક રાજકીય પાર્ટી સાથે સાંઠગાંઠ રાખી તેમજ પ્રચાર પ્રસાર માં સંગઠન ના કાર્યકર્તાઓ તેમજ સ્થાનિક કાર્યકરો ના પૂછતા વાવ આમ આદમી પાર્ટી ના પ્રમુખ કે.કે.રાજપૂત સહીત તાલુકા હોદેદારો સહીત કાર્યકર્તાઓ એ રાજીનામું આપ્યું હોવાનું સામે આવ્યું છે.જેમાં વાવ આમ આદમી પાર્ટી ના પ્રમુખ કે.કે.રાજપૂત એ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે પાર્ટી પ્રત્યે અમને કોઈ મતભેદ નથી પરંતુ આ ઉમેદવાર પાર્ટી ને લઇ ડૂબતો હોવાને લઈને અમો કાર્યકર્તાઓ એ સામુહીક રાજીનામું આપ્યું છે.જેથી અમારા ઉપર કોઈ આક્ષેપ પ્રત્યાક્ષેપ ન થાય