બનાસકાંઠા જીલ્લા ના કાંકરેજ તાલુકા ના ખોડા ગામ માં ખેડૂતે આત્મ હત્યા કર્યા હોવાની ધટના સામે આવી છે. ખેડૂત શંકરભાઇ ધુરાભાઈ પટેલે ગામની નજીક તળાવમાં ઝંપલાવી આત્મહત્યા કરતા આજુબાજુ માં સ્થાનિક લોકો એકઠા થયા હતા જે અંગે પોલીસને જાણ કરી હતી જેથી Dysp cpi થરા સહિત, શિહોરી પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી. ખેડૂત ની લાશને તળાવ માંથી બહાર કાઢી પોસ્મોર્ટમ માટે શિહોરી રેફરલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથધરી હતી.જોકે ખેડૂતે કેમ આત્મ હત્યા કરી તે અંગે શિહોરી પોલીસે વધુ તપાસ ચાલુ છે.