ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં 5 લાખથી વધુ લોકોને કોરોના વિરોધી રસીનો પ્રથમ ડોઝ આપવા આરોગ્ય તંત્ર એક્શનમાં આવી ગયું

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં 5 લાખથી વધુ લોકોને કોરોના વિરોધી રસીનો પ્રથમ ડોઝ આપવા આરોગ્ય તંત્ર એક્શનમાં આવી ગયું છે, જેમાં શુક્રવારે જિલ્લાના 14 તાલુકામાં ડ્રાય રન શરૂ કરી કોરોના વેક્સિન માટેની પૂર્વ તૈયારીઓ આરોગ્ય વિભાગે કરી છે ત્યારે ડીસા માં પણ આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિન ની તૈયારીના ભાગરૂપે ડ્રાય રન યોજાઈ હતી

કોરોનાથી છુટકારો મેળવવા ભારત સહિત વિશ્વભરના દેશો રસીકરણની દિશા તરફ આગળ વધી રહ્યા છે અને દેશમાં પણ કોરોના વેકસીનના ‘ટ્રાયલ રન’ નો જોરશોરથી પ્રારંભ થઇ ગયો છે ત્યારે શુક્રવારે ડીસા શહેરમાં કોરોના વિરોધી રસીનો પ્રથમ ડોઝ આપવા આરોગ્ય તંત્રએ પૂર્વ તૈયારીઓ કરી લીધી છે જેમાં ઘરે ઘરે ફરી કોરોના રસીના પ્રથમ ડોઝ માટે 50 વર્ષથી મોટી ઉંમરના લોકો તેમજ અન્ય ગંભીર બીમારીઓ ધરાવતા લોકોની પ્રાથમિક યાદી તૈયાર કરી દીધી છે. આ રસીના જથ્થા સાથે સરકારની લીલી ઝંડી મળે એ ઘડીથી જ ડીસા માં આરોગ્ય તંત્ર રસીકરણની કામગીરી હાથ ધરવા સંપુર્ણપણે સજ્જ છે જે અંતર્ગત આરોગ્ય વિભાગે આજે ડ્રાયરન ચાલુ કરી આંગણવાડીની 25 બહેનો ને કોઈપણ વ્યક્તિને આપવાની કામગીરી કરી હતી , જેથી વેક્સીન આપનાર કર્મચારીઓને પણ લાભાર્થીઓને કઈ રીતે વેકસીન આપવી અને કેટલો સમય લાગે છે તે અંગેની પણ પુરી તાલીમ માટે ડ્રાય રન શરૂ કરાયો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *