બનાસકાંઠા જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક કલેકટરશ્રી વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. જેમાં ધારાસભ્યશ્રીઓએ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલ જવાબો પરત્વે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં સાંસદશ્રી પરબતભાઇ પટેલ, ધારાસભ્ય સર્વશ્રી કેશાજી ચૌહાણ, કાંતિભાઈ ખરાડી, પ્રવીણભાઇ માળી, અમૃતજી ઠાકોર, ગેનીબેન ઠાકોર તથા માવજીભાઈ દેસાઇ ઉપસ્થિત રહ્યા હતા. તેઓ દ્વારા રજૂ કરાયેલ વિવિધ વિભાગો જેવાં કે સિંચાઇ, પાણી પુરવઠા, પોલીસ, શિક્ષણ, આઇ.સી.ડી.એસ, ડી.આઇ.એલ.આર, આયોજન, નેશનલ હાઇવે ઓથોરિટી, માર્ગ – મકાન, ખેતીવાડી, યુ.જી.વી.સી.એલ, રમત ગમત વિભાગ, રેલવે, આરોગ્ય વિભાગ, બિપરજોય સમયે થયેલ નુકસાનના વળતર બાબત સહિતના પ્રશ્નોની વિગતે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં કલેકટરશ્રી દ્વારા સરકારી વિભાગોની આંતરિક સંકલનની બેઠકમાં સરહદી વિસ્તારના ગામોના વિવિધ વિકાસ કાર્યોની અધિકારીઓ પાસેથી માહિતી મેળવી સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, નિવાસી અધિક કલેકટરશ્રી સી.પી.પટેલ, મદદનીશ કલેકટરશ્રી સ્વપ્નિલ સીસલે તથા કાર્તિક જીવાણી, પ્રાંત અધિકારીશ્રીઓ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.