વાવ તાલુકાની યાત્રાધામ ઢીમાની સંસ્કાર ઉચ્ચતર માધ્યમિક શાળામાં શુક્રવારે સવારે 9.30 કલાકે સુમારે યોગેશભાઈ અમીરામભાઈ ઢેમેચા (ઉ.વ ૧૭ રહે.ઢીમા,તા.વાવ) શાળામાં પરીક્ષાનું પેપર લખતો હતો ત્યારે તહોમતદાર કરશનભાઈ સુજાભાઈ રાજપુત વેંજીયા (રાજપુત) રહે.ઢીમા,તા, વાવ,નાઓએ લોખંડનો સળિયો લઈ તેનાં રૂમમાં જઈ ફરી દીકરાને બીભત્સ ગાળો બોલી ડાબા હાથે ખભા પર બાવડા તથા કોણી પાસે લોખંડની સળિયા વડે માર મારી મૂંઢ ઈજા કરી મારી નાખવાની ધમકી આપી હતી.વાવ પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ મુજબ,મારો દીકરો યોગેશભાઈ અમીરામભાઈ ઢેમેચા ઉ.વ.૧૭ ધોરણ ૧૧માં અભ્યાસ કરે છે અને અને આજ શાળામાં અભ્યાસ કરતા ધોરણ ૯માં કરશનભાઈ સુજાભાઈ (જાતે -વેંજીયા) રાજપુતનાં દીકરા રણજીત સાથે આજથી પંદરેક દિવસ શાળાનાં ગ્રાઉન્ડમાં રમતા રમતા કંઇક બોલાચાલી થતાં ઝઘડો થયેલ હોવાથી મારા દીકરા યોગેશને સમજાવેલ કે શાળામાં ધ્યાન રાખી અભ્યાસ કરવાની અને કોઈ સાથે ઝઘડો ના કરવા સમજાવેલ ત્યારે મારા દીકરો યોગેશભાઈ પરીક્ષા ચાલતી હોવાથી સવારે સાતથી અગિયાર વાગ્યા સુધી પેપર લખવા જાય છે. જેથી રણજીત સાથે થયેલ બોલાચાલી ઝઘડો થયેલ તેની અદાવત રાખી તેના પિતાજી કરશનભાઇ સુજાભાઈ રાજપુતે લોખંડનો સળિયા વડે માર મારતા તેમની વિરુદ્ધ વાવ પોલીસ મથકે પિતા અમીરામભાઈ હરસેંગભાઈ ઢેમેચાએ ફરિયાદ નોંધાવી હતી.ઉલ્લેખનીય છે કે ઢીમાની ઉચ્ચતર માધ્યમિક શાળામાં ચાલુ પરીક્ષામાં વિદ્યાર્થી પર લોખંડનાં સળિયા વડે હુમલો થયો છે ત્યારે શિક્ષણજગતમાં ચકચાર મચી જવા પામી છે.ત્યારે આ ઘટના બની ત્યારે શિક્ષકો અને આચાર્ય ક્યાં ગયાં હશે એવાં અનેક સવાલો ગ્રામજનોમાં પણ ઉઠી રહ્યાં છે