થરાદ ધાનેરા હાઇવે પર આવેલ ભોરડુ ટોલ પ્લાઝા પર ડુબલીકેટ પાવતી આપી સરકારને લાખોનો ચૂનો લગાવી રહી છે ભોરડુ ટોલ પ્લાઝા વારંવાર એ વિવાદોમાં આવી રહ્યું છે સ્થાનિક લોકો નો પ્રશ્ન હોય કે પછી કૌભાંડ કરવાનું હોય તો ભોરડુ ટોલ પ્લાઝા નંબર વન પર છે ત્યારે ભોરડુ ટોલ પ્લાઝા પર થી પસાર થતાં વાહનચાલકો પાસેથી રૂપિયા લઈ ડુબલીકેટ પાવતી આપી સરકાર ને ચૂનો લગાવવાનો ગોરખ ધંધો કરતાં સ્થાનિક લોકો ને ધ્યાનમાં આવતાં સમગ્ર બાબતનો મામલો બહાર આવ્યો છે જેમાં નકલી મશીન રાખી વાહન ચાલકો ને ડુબલીકેટ પાર્વતી આપી અને એનએચઆઇ ના ખાતામાં જે રૂપિયા જવા જોઈએ એ પર્વાકડ જૈન નામની કંપની પોતાના ખિસ્સામાં રૂપિયા નાખી રહી છે અને સરકારને લાખો રૂપિયા નો ચૂનો લગાવી રહી છે

જેમાં કંપીને સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ બેઝ પર ટોલ આપેલ છે જેમાં સરકાર સાથે થયેલા કરાર ના વિરોધ માં ડુપ્લીકેટ પાવતીઓ આપીને સરકાર નુકશાન કરી રહી છે આવી કંપનીઓને એનએચઆઇ દ્વારા બ્લેક લિસ્ટ માં મૂકવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે જ્યારે આ બાબતે ટોલ ઇન્ચાર્જ સાથે વાતચીત કરતાં ટોલ ઇન્ચાર્જ તુતુમેમે કરવા લાગી ગયો હતો અને કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરવા માંગતા ન હતાં જેના પરથી શંકાઓ વ્યક્ત કરી શકાય કે ભોરડુ ટોલ પ્લાઝા પર ગોટાળા થઇ રહ્યા છે અને ડુબલીકેટ પાવતી ઓ આપી સરકાર ને ચૂનો લગાવી રહી છે ….