ધાનેરા તાલુકાના ગામડામાં ઠેર ઠેર બોગસ ડોક્ટરનો રાફડો ફાટી નીકળેલ જોવા મળી રહ્યો છે જે બાબતે અનેક વખત અહેવાલ પ્રસિદ્ધ થયેલ છે પરંતુ આરોગ્ય વિભાગ એ કોઈપણ તપાસ કરેલ નહતી પરંતુ ધાનેરા તાલુકા વિભાગના ર્ડા. સોમાણી, ડો. મીનાક્ષીબેન તથા દેવાભાઈ રયા દ્વારા ધાનેરા તાલુકાના જડિયા, જીવાણા, ધરણોધર, થાવર, મોટી ડુગડોલમાં બોગસ દવાખાનું ચલાવતા ઇસમોની તપાસ હાથ ધરાઈ હતી. જેને પગલે નાસભાગ મચી જવા પામી હતી. આરોગ્ય વિભાગની તપાસને પગલે બોગસ ડોક્ટરો દવાખાનું બંધ કરી ભાગી ગયા હતા. જ્યારે થાવર ગામે કથિત ડો. રમેશભાઈ(બંગાળી ) બીસ્વાવાળાના દવાખાનામાં તપાસ કરતા દર્દીઓ તેમજ એલોપેથીક દવાઓ તથા દર્દીઓને બાટલા ચડાવતા ટેબલો પરથી એલોપેથીક દવાઓ મળી આવતા તેમની પાસે કોઈજ અધિકૃત ડીગ્રી ન હોઈ તેમની સામે કોમ્યુનિટી હેલ્થ ઓક્સિર પૂજાબેન દ્વારા ધાનેરા ના પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. જોકે હાલ ધાનેરા ના તેમજ ધાનેરા તાલુકાના તેમજ બાર ના સ્ટેટમાંથી આવેલા અનેક બોગસ તબીબો બનીને દર્દીઓ ના જીવ સાથે ચેડા કરી રહેલ જોવા મળી રહ્યા છે તો હજુ આરોગ્ય વિભાગ આ બાબતે તપાસ કરીબોગસ તબીબો પર કાર્યવાહી કરે તેવી લોકો ની માંગ છે