એશિયા કપ પહેલા ઈન્ડિયાને ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રાવિડ કોરોના સંક્રમિત થયા છે, તેથી રાહુલ દ્રવિડ એશિયા કપમાં જઈ શકશે કે નહીં તે અંગે હજુ શંકા છે. ટીમ ઈન્ડિયા આજે યુએઈ માટે રવાના થવાની છે. એશિયા કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ કોરોના પોઝિટિવ થયા છે. તેઓ એશિયા કપમાં જઈ શકશે કે નહીં તે અંગે હજુ શંકા છે. ટીમ ઈન્ડિયા આજે યુએઈ જવા રવાના થવાની છે. એશિયા કપ આ શનિવાર એટલે કે ર૭ મી ઓગસ્ટથી શરૃ થવા જઈ રહી છે અને ભારતની મેચ ર૮ મીએ છે. ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ પણ વેસ્ટ ઈન્ડિઝ સામે તાજેતરમાં સમાપ્ત થયેલી શ્રેણી પછી બ્રેક પર હતાં. એશિયા કપ યુએઈમાં ર૭ ઓગસ્ટથી શરૃ થવાનો છે. ર૮ ઓગસ્ટે ભારતે તેની પ્રથમ મેચ રમવાની છે જે પાકિસ્તાન સામે થશે. ભારતીય સમય અનુસાર આ મેચ સાંજે ૭-૩૦ વાગે રમાવાની છે.એશિયા કપ અગાઉ રાહુલ દ્રવિડ કોરોના પોઝિટિવ થયા હોવાથી ટિમ ઇન્ડિયાની મુશ્કેલીમાં વધારો થયો છે.