ભાભરના બોરીયા નજીક થી અંદાજે ત્રણ ચાર દિવસ નું બાળક મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. કોઈ અજાણી વ્યક્તિ આ નાના બાળકને થેલામાં ભરી એક બાંકડા ઉપર મુકી નાશી ગયેલ. બાળકના રડવાનો અવાજ સાંભળીને આજુબાજુના લોકો દોડી આવી ૧૦૮ ને જાણ કરતાં ૧૦૮ના ઈ.એમ.ટી.બળવંતજી ઠાકોર અને પાયલોટ પ્રભાતસિંહ વાધેલા તત્કાલીન ધટના સ્થળે પહોંચેલ. બાંકડા પરનો થેલો ખોલતા અંદરથી બાળક મળી આવેલ જેને તત્કાલીન પ્રાથમિક સારવાર આપી ભાભર સરકાર હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવેલ જેને ડોક્ટર તથા સ્ટાફ દ્વારા સારવાર શરૂ કરવામાં આવેલ.આ ધટના ની જાણ થતાં ભાભર પોલીસ પણ સરકારી હોસ્પિટલ દોડી આવેલ.આમ ભાભર વિસ્તારમાંથી આવી ઉનાળાની કાળઝાળ ગરમીમાં થેલામાં ભરેલ નાનું બાળક મળી આવતા લોકો તેના વાલી પર ફીટકાર વર્ષાવી રહ્યા છે