ધાનેરા રેફરલ હોસ્પિટલ ખાતે ભારત વિકાસ પરિષદ ધાનેરા શાખા નાં સહયોગ થી બનાસ એન પી પ્લસ સંસ્થા નાં એચ આઇ વી પોજીટીવ બાળકો માટે ઉજવાયો શિક્ષા મહોત્સવ .. આજ રોજ ધાનેરા રેફરલ હોસ્પિટલ ખાતે ધાનેરા ની સેવાકીય પ્રવૃત્તિ મા અગ્રેસર ભારત વિકાસ પરિષદ શાખા નાં સહયોગ થી બનાસ એન પી પ્લસ સંસ્થા સાથે જોડાયેલ અને વિહાન પ્રોજેક્ટ ની વિવિધ સારવાર સેવા સાથે જોડાયેલ ત્રીસ એચ આઇ વી પોજીટીવ બાળકોને સ્કૂલ શિક્ષણ કીટ ચોપડા, નોટબૂક, કંપાસ બોક્સ, લંચબોક્સ, વોટર બોટલ, પેન, પેન્સિલ, સ્ટેશનરી અને સ્કૂલબેગ નું વિતરણ કરવામાં આવ્યું જે એક કીટ ની અંદાજિત પાંચસો રૂપિયા એમ કુલ ત્રીસ કીટ નાં અંદાજિત પંદર હજાર રૂપિયા ની શિક્ષણ કીટ નું વિતરણ કરવામાં આવ્યું જે કાર્યક્રમ મા ભારત વિકાસ પરિષદ ધાનેરા શાખા નાં સભ્યો ખાસ હાજર રહી બાળકોને આશીર્વાદ આપ્યા સાથે ડિસ્ટ્રિક્ટ સુપરવાઈઝર ડાપકું વિભાગ, વસંતભાઈ લીમ્બાચીયા સાહેબ ખાસ હાજર રહી બાળકોને જીવનમાં શિક્ષા નું મહત્વ સમજાવેલ સાથે સમગ્ર કાર્યક્રમ નું કોડીનેશન અને સંકલન પ્રકાશભાઈ પઢીયાર, કાઉન્સિલર લીંક એ આર ટી ધાનેરા રેફરલ હોસ્પિટલ દ્વારા જે સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન બનાસ એન પી પ્લસ સંસ્થા વિહાન પ્રોજેક્ટ નાં પ્રોજેક્ટ કો ઓડીનેટર મફાજી ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું