અમીરગઢ ઈકબાલગઢમા વારંવાર વીજ પુરવઠો ખોરવાતા આવી ગરમી મા અને વરસાદી માહોલમાં લોકો તોબા પોકારી ઊઠયા સામાન્ય વરસાદી છાંટા સાથે વીજળી ડૂલ થતાં અમીરગઢ ઈકબાલગઢ ના લોકો ત્રસ્ત બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ઈકબાલગઢમા વારંવાર વીજ પુરવઠો ખોરવાતા આવી ગરમી મા અને વરસાદી માહોલમાં લોકો તોબા પોકારી ઊઠયા છે ખરા સમયે વીજ પુરવઠો કાપી દેવામાં આવતા અને વીજ ઓફિસ માં કોઈ ફોનથી જબાવ ન આપતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે બે દિવસ થી સાંજના સમયે માત્ર વરસાદી છટા પડતા અમીરગઢ ઈકબાલગઢ સહીત ના વિસ્તારો મા વીજ પુરવઠો કાપતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ઇકબાલગઢ ખાતે આવેલ જી ઈ બી ઑફિસમાં કોઈ ફોન ઉપાડવા તૈયાર નથી બનાસકાંઠા જિલ્લાના અતિ અંતરિયાળ વિસ્તાર અમીરગઢ તાલુકામાં વીજ પૂરવઠો કાપ મૂકતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ગામડાઓમાં વીજ કંપનીઓ ના આવા ધાંધિયાથી લોકો પરેશાન થઈ ગયા છે અમીરગઢ ઈકબાલગઢ પંથકમાં વરસાદી માહોલ જામે અને થોડીક હવા ફૂંકાય અને સામાન્ય વરસાદના છાંટા પડે એટલે લાઈટ કાપી દેવામાં આવે છે હજુ વરસાદ ની શરૂઆત થઈ છે અને ગરમી તેનો પ્રકોપ વર્તાવી રહી છે ત્યારે ભર બપોરે અને મોડી રાત્રીના લાઈટ કાપી દેવામાં આવે છે જેથી રહીશો આવી કાળઝાળ ગરમીમાં નિરાંતે ઊંઘી પણ સકતા નથી.