ધાનેરા તાલુકાના રૂણી ગામમાં રહેતા રમેશભાઈ વશનાજી માજીરાણાની દીકરી અલ્કાબેનને ગામનાજ મુકેશભાઈ લવજીભાઈ મેઘવાળ તેને લઈ જતાં. રમેશભાઈ વશનાજી માજીરાણા, યે તેમના કુટુંબના માણસોને ભેગા કરી વાત કરતાં, તેમણે બધાયે ભેગા થઇ છોકરી લઈ ગયેલ મુકેશભાઈ લવજીભાઈ ના પિતા અને તેમના કુટુંબના બીજા માણસોને વાત કરતાં કે અમારી દીકરીને પાછી લાવી આપો, ત્યારે અલ્કાબેનને પાંચ દિવસમાં શોધી લાવી પાછી આપવાની વાત કરેલ અને વિશ્વાસ આપેલ. છતાં છોકરી પાછી આપેલ નહીં ત્યારે તા.30.6.2022 ના રાત્રી ના સમયે રમેશભાઈ તેમના ભાઈયો અને કુટુંબ સભ્યો સાથે ખેતરે જતાં હતા ત્યારે રસ્તામાં સામાવાળા મળેલ અને પૂછેલ કે અમારી છોકરી અલ્કાબેનને પાછી લાવી આપો આ બાબતે પૂછતાં સામાવાળાયે કહેલ કે તમારી છોકરી પાછી નથી લાવી આપવાની તમારાથી જે થાય તે કરી લેજો અને ઉશ્કેરાઈ જઈ માં બેન સામી ભૂંડી ગાળો બોલેલ. જેથી અમે તેઓને ગાળો બોલવાની ના પાડતા સામાવાળા લોકો ઉશ્કેરાઈ જઈ ઝગડો કરેલ અને લોખંડની પાઇપો વડે અમને મારેલ અને બીજા માણસોને ગડદાપાટુનો મારા મારેલ અને અમે રાડા રાડ કરતાં બીજા માણસો આવી જતાં અમને છોડાવેલ અને સામાવાળા માણસો જતાં રહ્યા હતા. અને તમને જીવતા નહીં છોડીયે તેવી ધમકીયો આપતાં ગયા હતા. આ જગડામાં ઘાયલ થયેલ માણસોને સારવાર માટે ધાનેરાની સરકારી હોસ્પિટલ માં લઈ જવાતા જ્યાં તેઓને વધુ સારવાર માટે આગળ લઈ જવાનું જણાવતા આ લોકોને ડીસાની ખાનગી હોસ્પિટલ માં દાખલ કરી સારવાર આપવામાં આવી હતી. અને પેલાદભાઈ લાખાભાઇ મેઘવાળ, ભરતભાઈ મશરૂભાઇ મેઘવાળ, હરજીભાઇ મશરૂભાઇ મેઘવાળ, ચેતનભાઈ પેલાદભાઈ મેઘવાળ, વરધાભાઈ રાયમલભાઈ મેઘવાળ, વિરુદ્ધ માજીરાણા ધાનેરા સમાજના સૌ ગામોના લોકો ભેગા થઇ ધાનેરા પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરવામાં આવી હતી……