આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમને ઐતિહાસિક બનાવવા માટે સીમા સુરક્ષા દળ, દાંતીવાડા, મહેસાણા અને ગાંધીનગરના મુખ્ય મથક સાથે સરહદ પર રહેતા જવાનો અને તાબાના અધિકારીઓ દ્વારા 21 જૂન 2022, મંગળવારે સવારે- 7 થી 8 આ કાર્યક્રમનું આયોજન બહોળી જનભાગીદારી સાથે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન શ્રી બી.એસ. અહલાવત, કમાન્ડર, 93મી બટાલિયન સીમા સુરક્ષા દળ અને શ્રી પી. એન. શુક્લા, સેકન્ડ કમાન્ડિંગ ઓફિસર, 123મી બટાલિયન સીમા સુરક્ષા દળની દેખરેખમાં કરવામાં આવ્યું હતું. જેમાં તમામ બટાલિયનના જવાનો અને આર્ટિલરી રેજિમેન્ટના જવાનોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉત્સાહભેર ભાગ લીધો હતો તેમજ આસપાસના ગામોના લોકોએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.