તાજેતરમાં જ ધોરણ 12નું પરિણામ આવી ગયું છે ત્યારે વિદ્યાર્થીઓ અન્ય શિક્ષણ ક્ષેત્રે પ્રવેશ લેવા માટે આવક ના દાખલા જાતિના દાખલા અને ક્રિમિનલ સર્ટી મેળવવા માટે રોજેરોજ ડીસા મામલતદાર કચેરી ખાતે હજારોની સંખ્યામાં આવતા હોય છે પરંતુ કેટલીકવાર કંઈક ને કંઈક કારણસર વિદ્યાર્થીઓને કલાકો સુધી શિક્ષણ માટે આપવામાં આવતા દાખલા મેળવવા માટે કલાકો સુધી હેરાન પરેશાન થવું પડતું હોય છે ત્યારે ડીસા મામલતદાર કચેરી ખાતે આવેલ તાલુકા પંચાયત કચેરી અને જનસેવા કેન્દ્ર ખાતે આજે ૫૦૦થી પણ વધુ વિદ્યાર્થીઓ જાતિના દાખલા આવકના દાખલા અને ક્રિમિનલ સર્ટી માટે સવારથી જ લાઈનમાં લાગી ગયા હતા પરંતુ સવારથી મોડા સુધી લાઈટનો કાપ હોવાના કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો

બપોરનો સમય હોવાના કારણે એક તરફ ભારે ગરમી પડી રહી હતી તો બીજી તરફ વિદ્યાર્થીઓને કલાકો સુધી લાઈનમાં ઉભુ રહેવાના કારણે ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો હતો આ અંગે વિદ્યાર્થીઓના વાલીઓએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી મામલતદાર કચેરી ખાતે લાઈટનો કાપવાના કારણે લાઇનોમાં ઊભુ રહેવું પડ્યું છે જેના કારણે વિદ્યાર્થીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે ખાસ કરીને ગ્રામીણ વિસ્તાર થી આવતા વિદ્યાર્થીઓ કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાના કારણે ભારે હાલાકી ભોગવવી પડી હતી ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં કરી હતી કે આવા સમયે સરકાર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓને અગવડતા નો સામનો ન કરવો પડે.