દેશમાં આજે સરહદો પર પોતાના પરિવારની ચિંતા કર્યા વગર જવાનો મા ભોમની રક્ષા કરી રહ્યા છે આજે દુશ્મનોની ગોળી ની ચિંતા કર્યા વગર પણ આજે દેશના જવાનો ખડે પગે સરહદ પર ફરજ બજાવી રહ્યા છે જવાનો આજે રાત દિવસ જ્યારે સરહદો પર પહેરો રાખીને ફરજ બજાવી રહ્યા છે ત્યારે આખો દેશ સુરક્ષિત રાત્રિના સમયે પોતાના પરિવાર સાથે રહી શકે છે ત્યારે આજે ડીસા તાલુકાના બાઈવાડા સીપુ વસાહત ખાતે આવેલ ભાકોદર ગામના યુવાન CRPFની ટ્રેનિંગ પુરી કરીને વતન પરત ફરતા ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આમ તો બનાસકાંઠા જિલ્લામાં મોટા ગામના દરેક પરથી એક વ્યક્તિ તેમની રક્ષા કરવા માટે સરહદ પર તેના થયેલા છે પરંતુ હવે દેશની રક્ષા કરવા માટે બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં થી યુવાનો બોર્ડર આર્મી તરીકે જોડાઈ રહ્યા છે ત્યારે આજે ડીસા તાલુકાના બાઈવાડા ગામના ભાકોદર ખાતે CRPFની ટ્રેનિંગ પૂરી કરીને જવાન પોતાના વતન પરત ફરતા સમગ્ર ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો દેશની રક્ષા કાજે જોડાયેલા યુવાનને જોઈ અન્ય યુવાનો પણ દેશની રક્ષા કરવા માટે પ્રેરિત બન્યા હતા ત્યારે આજે CRPF જવાન બાઈવાડા સીપુ વસાહત ના ભાકોદર ગામે પહોંચતા ડીસા તાલુકાના લોકો દ્વારા તેનું સન્માન કરાયું હતું જેમાં ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઇ ધાનેરાના ધારાસભ્ય નથાભાઇ પટેલ તેમજ બાઈવાડા ગામના રબારી સમાજના અગ્રણી નરસીભાઇ જોટાણા, કોંગ્રેસ બુધના કાર્યકર અરવિંદભાઈ ચૌધરી, ખેંગારભાઈ દેસાઈ, કાનાભાઈ રતાડીયા, ડોક્ટર વાલા ભાઈ પ્રજાપતિ તેમજ બાઈવાડા સીપુ વસાહત ભાકોદર ગ્રામજનો તેમજ પ્રજાપતિ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આર્મી જવાન નું સન્માન કર્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન વસંતભાઈ તેમજ જગદીશભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. દેશની રક્ષા કાજે CRPF ટ્રેનિંગ પૂરી કરીને જવાન પોતાના વતન પરત ફરતા પરિવારમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો