આ રીત ના દરરોજનું ૧૨૦ લીટર પાણી મેળવી શકાય તે દાવા સાથે
સુઈગામ જેવા રણ મેદાન પાણી મેળવવા ના નવા પ્રયોગ ને લઇ ત્યાના રહીસો માં ખુશી નો માહોલ .
બનાસ ડેરીએ પાકિસ્તાન બોર્ડર પરના સુઈગામ ખાતે એક પ્રોજેક્ટ કરીને હવામાંથી પાણી કાઢ્યું છે. સોલર ઊર્જાની મદદથી વીજળી ઉત્પન્ન કરીને એ જ વીજળીનો ઉપયોગ કરીને એક ખાસ જનરેટરની મદદથી હવામાંથી પાણી કાઢી શકાય છે. જોકે સમગ્ર પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે એની કોઈ સ્પષ્ટતા બનાસ ડેરીએ કરી નથી કે ન તો ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ કરી છે. ખાસ જનરેટરની મદદથી પાણી બનાવીને પીવાય છે એટલું જ ડેરી દ્વારા કહેવામાં આવ્યું છે
હવામાંથી બનેલા પાણી વિશે બનાસડેરી ના ચેરમેન શંકર ચૌધરીએ શું કહ્યું?
કચ્છના રણમાં પાકિસ્તાનને અડીને આવેલા આ વિસ્તારમાં અહીંના અગરિયાને પીવાના પાણીનો પ્રશ્ન છે. હવામાંથી પાણી બની શકે છે એ આપણા માટે આશીર્વાદરૂપ છે, કેમ કે રણમાં પાણી પહોંચાડવું ઘણું અઘરું છે અને દૂરથી પાણી લાવવું પણ મુશ્કેલ છે. હવામાંથી પાણી બની રહ્યું છે એને મેં પણ પીધું છે. આ બહુ મોટી શોધ માનું છું. તેના ગુણમાં કંઈક યુટિલાઈઝેશન કરાય, જેથી ટેક્નોલોજી વધારે કાર્યક્ષમ થશે. ભવિષ્યમાં પીવાનું અને ખેતીવાડી માટે આશીર્વાદરૂપ સાબિત થશે. દેશના વડાપ્રધાને એવું કહ્યું કે લોકો આના પર કામ કરે ત્યારે હું માનું છું કે અહીં હવામાંથી પાણી નીકળી રહ્યું છે. સરહદીય વિસ્તારમાં એમાં પણ અગરિયાઓને આ પાણી પૂરું પડાશે. અત્યારે પ્રાયોગિક ધોરણે કરીએ છીએ. આવનારા સમયમાં આવી રીતે પાણીનો પ્રશ્ન ઉકેલી શકાય છે