છેલ્લા ઘણા સમયથી ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વિવિધ માંગણીઓને લઈ સરકારી કચેરીઓમાં વી.સી.ઈ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ હડતાલ પર છે અને તાલુકા જિલ્લા અને ગાંધીનગર સુધી પોતાની માંગણીને લઇ અનેક વાર આવેદનપત્રો વી.સી.ઈના કર્મચારીઓ દ્વારા આપવામાં આવ્યા છે જે બાદ તાજેતરમાં જ ડીસા તાલુકાના સરકારી ઓફિસોમાં ફરજ બજાવતા વી.સી.ઈ કર્મચારીઓ દ્વારા પોતાની માંગણીઓને લઈ આંદોલન કરવાની ચીમકી આપી હતી જે બાદ આજે આંદોલન થાય તે પહેલાં જ ડીસા તાલુકા વિકાસ અધિકારી બી ડી સોલંકી દ્વારા સરકારી ઓફિસોમાં ફરજ બજાવતા અને સરકારના વિરોધમાં આંદોલન માં જોડાનાર ૨૦ જેટલા કર્મચારીઓને છૂટા કરવાના ઓર્ડર આપ્યા હતા સરકારી ફરજ બજાવતા કર્મચારીઓ હાલમાં આંદોલન કરતા ખેડૂતો અને વિદ્યાર્થીઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ તમામ સમસ્યા વચ્ચે આજે તાલુકા વિકાસ અધિકારી દ્વારા કડક પગલાં લેવામાં આવતા કકળાટ મચી જવા પામી છે.આ અંગે વી.સી.ઈ કર્મચારી ના પ્રમુખ પ્રવીણભાઈ જોશીએ જણાવ્યું હતું કે જે પ્રમાણે તાલુકા વિકાસ અધિકારી દ્વારા ૨૦ જેટલા કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે તેને લઈ હવે આવનારા સમયમાં સરકાર સામે ઉગ્ર આંદોલન થશે જો સરકાર તાત્કાલિક ધોરણે અમારી માંગણી પુરી નહી કરે તો ગાંધીનગર ખાતે પણ કાર્યક્રમ યોજવામાં આવશે અને જેની તમામ જવાબદારી સરકારની રહેશે