ગુજરાતની ઓળખ ગરબાને યુનેસ્કો કલ્ચરલ હેરીટેજનો દરજ્જો મળી શકે છે, ભારત સરકાર રજૂ કરશે દાવો

ગુજરાતની ઓળખ એવા ગરબાને યુનેસ્કો દ્વારા સાંસ્કૃતિક વારસામાં સામેલ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. આગામી સમયમાં ભારતે કન્વેન્શન ફોર ધ સેફગાર્ડિંગ ઓફ ધ ઈન્ટેન્જીબલ કલ્ચરલ હેરીટેજ યાદીમાં ગરબાને સમાવવાના પ્રયાસ પણ કરી દીધા છે.

ખાસ કરીને ગુજરાતના ગરબા દેશ અને વિદેશમાં ફેમસ છે. નવરાત્રીમાં કે અન્ય કોઈ પ્રસંગ દરમિયાન ગુજરાતીઓ ગરબા લેતા ચોક્કસ જોવા મળે છે. ત્યારે આ ઓળખ હવે દેશની પણ થઈ ગઈ છે. યુનેસ્કો દ્વારા વિશ્વની ઐતિહાસિત સંસ્કૃતિઓ, પરંપરાઓ, કળાને સ્થાન આપવામાં આવે છે. આ માટે આગામી સમયમાં ભારતના ગરબાને હેરીટેજ કલ્ચરમાં યુનેસ્કો દ્વારા સામેલ કરવા માટેની કવાયત તેજ કરવામાં આવી છે. જેને લઈને દેશ વિદેશના કલ્ચર કમિટી સાથે જોડાયેલા લોકો પણ ભારતને અત્યારથી જ આ વાતને લઈને શુભેચ્છા પણ આપી રહ્યા છે.

યુનેસ્કો વર્ષ 2023માં અમૂર્ત સાંસ્કતિક વારસાના રક્ષણ તરીકે યુનેસ્કો કન્વેન્શનની 20મી જયંતિ ઉજવશે જેમાં ભારત સરકાર ગુજરાતી ગરબાની લોક પરંપરાનું નામાંકન કરશે. ત્યારે આગામી સમયમાં ગુજરાતના પરંપરાગત ગરબાઓ વિશ્વ ફલક પર એક સંસ્કૃતિ વારસા તરીકે પ્રસ્થાપિત થશે. જે આપણા માટે ઘણા ગૌરવની વાત કહેવાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *