ગ્રામ પંચાયતના કમ્પ્યુટર સાહસિક (વીસીઈ) સાથે સમાન કામ સમાન વેતન અને લઘુતમ વેતન ધારાનો ભંગ થતો હોઈ તેઓને અપાતી કમિશન પ્રથા બંધ કરાવી તેઓને ફિકસ વેતનથી નિમણુંક આપી સરકારી કર્મચારીનો દરજ્જો આપવાની રજૂઆત સાથે પાટણના ધારાસભ્ય ડો કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. પાટણ ધારાસભ્ય ડો કિરીટ પટેલ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી કરાયેલી રજૂઆતમાં તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજય ગ્રામ પંચાયત વીસીઇ મંડળ દ્વારા વર્ષ 2016થી પોતાની વિવિધ માગણીઓ બાબતે લેખિત રજૂઆત કરવામાં આવી છે.તેમજ પંચાયત મંત્રીને પણ તા. 21/10/2021ના રોજથી હડતાળ કરવાની રજૂઆત કરેલી જેથી પંચાયત મંત્રી દ્વારા તા. 20/10/2021ના રોજ બેઠક કરીને વીસીઇના પ્રશ્નો અને માંગણીઓ સ્વીકારીને નિરાકરણ લાવવાની બાહેધરી આપેલ. ત્યારબાદ તા. 27/10/2021ના રોજ મુખ્યમંત્રી સાથે બેઠક કરાવતા મુખ્યમંત્રી દ્વારા પગાર ધોરણની માંગણીનું નિરાકરણ કરવા વીસીઇ મંડળને બાહેધરી આપી હતી. છતાં આજદિન સુધી આ બાંહેધરીનો અમલ કરવામાં આવ્યો નથી. આ બાબતે તેઓના અધિકારોનો ભંગ થતો હોઈના છૂટકે વીસીઇ મંડળને અચોક્ક્સ મુદતની હડતાળ કરવાની ફરજ પડે છે, ત્યારે ઉપરોકત માગણીઓ વ્યાજબી હોઈ આ અંગે અગાઉ પણ વારંવાર ગુજરાત વિધાનસભામા પણ કરેલ હોઈ તેઓને ન્યાય આપવામાં આવે તેવી રજૂઆત તેઓએ કરી હોવાનું જણાવ્યું હતું.