ધાનેરા તાલુકાના જીવાણા ગામ નજીક એક અજાણ્યો યુવક જડિયા ગામથી ધાનેરા જરહ્યો હતો ત્યારે અચાનક ગાડી માંથી પડી જતા ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.આ ધટનાની જાણ સ્થાનિક લોકોને થતાં સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ગામ લોકોએ 108ને જાણ કરાતા તરત જ 108 પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી ત્યારે બીજી બાજુ ધાનેરા પોલીસને પણ જાણ કરવામા આવતા ધાનેરા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને અજાણ્યા ઈસમની ઓળખ કરતા જડીયા ગામના મસરૂભાઈ રબારી નામનો યુવક હોવાની ઓળખ થઈ હતી.તે બાદ પોલીસ દ્વારા ધટના સ્થળનુ પંચનામું કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
રીપોર્ટ : બાજુભાઈ વણકર /ભરત ગલચર