બનાસકાંઠા જિલ્લામાં ડીસા શહેર ખાતે આવેલ નેહરુ નગર ટેકરા વિસ્તારમાં બે દિવસ પહેલા વિશાલ ઠાકોર નામનો યુવક અમદાવાદ વિસ્તારમાં રહેતી ઠાકોર સમાજ ની યુવતી ને ભગાડી ગયો હતો આ ઘટના બનતા યુવતીનો ભાઈ જગદીશ ઠાકોર યુવકના પરિવારજનો ને ઠપકો આપવા ગયો હતો તે દરમિયાન યુવકના ભાઈ રાજેશ ઠાકોર, કિશન ઠાકોર અને કનુ ઠાકોરે યુવતીના ભાઈ જગદીશ ઠાકોર પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને ગડદા પાટું માર માર્યો હતો. જથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા જગદીશ ઠાકોરને ડીસા પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન જગદીશ ઠાકોર નુ મોત નીપજતાં ગઈકાલે મૃતક જગદીશ ઠાકોરના પરિવારજનો ડીસા શહેર પોલીસ મથક ખાતે ધસી આવ્યા હતા ઘટનામાં પોલીસ દ્વારા આ મામલે દબાવવામાં આવ્યો હોવાના આક્ષેપો કર્યા હતા અને આ ઘટનામાં પોલીસ દ્વારા તાત્કાલિક હત્યાનો ગુનો નોંધી આરોપીની અટકાયત કરવાની માંગ કરી હતી જે બાદ આજરોજ મૃતક જગદીશ ઠાકોર ની લાશ ને ડીસા નહેરુનગર ટેકરા વિસ્તારમાં પોતાના ઘરે આવતા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.અને મુતક જગદીશ ઠાકોરની પોલીસ બંદોબસ્ત સાથે અંતિમ યાત્રા નિકાળવામાં આવી હતી. ડીસા ઉત્તર પીઆઇ જે વાય ચૌહાણ અને પીએસઆઈ સહિત લોખંડી બંદોબસ્ત સાથે અંતિમ યાત્રા યોજાઈ હતી
