ઝેરડા થી લઈને થાવર સુધીના રોડની હાલત ખૂબ જ બિસમાર છે અને તેને લઇ વાહનચાલકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે સરકાર દ્વારા ૫૦૦ કરોડના ખર્ચે નવિન રોડ બનાવવા માટેની જાહેરાત કરી દીધી છે પરંતુ આ રોડ ક્યારે બનશે તેવા અનેક સવાલો લોકોના મનમાં ઉઠી રહ્યા છે ત્યારે આ બાબતને લઈ ડીસા પ્રભારી શ્રી વસંતભાઇ પુરોહિત ને લોકોએ લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી તે બાબતને લઇ ભાજપના અગ્રણી વસંતભાઈ પુરોહિત તેમજ કાર્યકર્તાઓ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી ૧૩ કરોડના ખર્ચે રોડનું સમારકામ મંજૂર કરાયું છે તે બાબતને લઈને આજે વસંતભાઈ પુરોહિત એ ધાનેરા ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને ટૂંક જ સમયમાં ઝેરડા થી થાવર સુધી રોડનું સમારકામ શરૂ કરવામાં આવશે અને વાહનચાલકોને પડતી મુશ્કેલી દૂર કરવામાં આવશે
રીપોર્ટ : બાજુ વણકર ધાનેરા