ડીસા રસાણા ગામે ફુડ પોઈઝિંગ ની અસર થતાં 6લોકો ને 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા

ડીસા તાલુકાના રસાણા નાના ગામે એકજ પરીવારના પાંચ સભ્યોને રાત્રે દરમિયાન ભોજન કર્યા બાદ સવારે ઉઠતાં ફુડ પોઈનીગની અસર થતાં દોડધામ મચી જવા પામી હતી રસાણા ગામે રહેતા કનુભાઈ ખેમાભાઈ પરમાર ના પરીવારજનો દ્વારા રાત્રે ભોજનમાં સેવ ટમાટા ની સબ્જી અને છીરો આરોગતાં રાત્રે સુઈ ગયા બાદ સવારે અચાનક ઝાડા ઉલટી અને ચક્કર આવવાના ની અસર થતાં તાત્કાલિક અસરથી રસાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર લીધી હતી જે બાદ વધું સારવાર અર્થે 108 ને જાણ કરાતાં 108 ની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ફુડ પોઈનીગની અસર થયેલા જીગર કનુભાઈ પરમાર . હેતલબેન જીગરભાઈ.જીગ્નેશ કનુભાઈ વંશ જીગરભાઈ હર્ષ જીગરભાઈ નરેશ વીનાભાઈને ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબો દ્વારા ઈમરજન્સી સારવાર આપ્યા બાદ તમામ લોકોને દાખલ કરવામાં આવ્યા હતાં જોકે રસાણા ગામે એકજ પરીવારના 6 સભ્યોને ફુડ પોઈનીગની અસર થતાં અફડાતફડી મચી જવા પામી હતી બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી અનેક ચીજવસ્તુઓમાં ભેળસેળ થતું હોવાની અનેક કિસ્સાઓ દિનપ્રતિદિન બહાર આવી રહ્યા છે ત્યારે આજે ડીસા તાલુકાના રસાણા ગામે ફુડ પોઈનગની અસર થતાં 6 જેટલા પરીવારના સભ્યોને ઝાડા ઉલટીનાં કેસો બહાર આવ્યા છે જોકે બનાસકાંઠા જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પણ હજુસુધી કોઈ તપાસ કરવામાં આવી ન હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે ફુડ પોઈનગની અસરના પગલે સારવાર માટે ગયેલ 108 ની ટીમ દ્વારા રસાણા ગામે પહોંચે તે પહેલાં રેલવે ફાટક બંઘ થતાં 108 ને રેલવે ટ્રેન પસાર થઈ ત્યાં સુધી ઉભી રાખવાની ફરજ પડી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *