સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ દ્વારા ગ્રેડ પ્રે ની માંગ ને લઈને આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે અગાઉ આંદોલન દરમિયાન સમિતિ બનાવી બે વર્ષમાં યોગ્ય નિર્ણય લેવાનો બાંહેધરી આપતાં આંદોલન નું મોફુક રાખવામાં આવ્યું હતું જ્યારે ગ્રેડ પ્રે નાં મામલે આંદોલનમાં ભાગ લેનાર મહીલા પોલીસ કોન્સ્ટેબલ નીલેબબેન ને સસ્પેન્ડ કરાયા હતા જે બાદ શહીદ ભગતસિંહના શહીદ દિન નિમિત્તે ગાંધીનગર ખાતે ગ્રેડ પ્રે ની માંગ સાથે સસ્પેન્ડ કરાયેલ મહીલા કોન્સ્ટેબલ નીલેબબેન દ્વારા ધરણાં પર ઉતરતાં ઉતરી જતાં પોલીસ દ્વારા અટકાયટ કરવામાં આવતાં ગુજરાતના પોલીસ કર્મચારીઓ માં ભારે આકોશ જોવા મળી રહ્યો છે ત્યારે આજે ડીસા ઉતર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અશોકભાઈ દેસાઈ નામના પોલીસ કોન્સ્ટેબલ દ્વારા સબ જેલની બહાર ધરણાં પર બેસી જતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ માં દોડધામ મચી જવા પામી હતી. જેને લઈને ધરણાં પર બેઠેલા પોલીસ કર્મચારીઓનાં સમર્થનમાં ખાનગી રાહે પોલીસ જવાનો દોડી આવ્યા હતાં પરંતુ મંજુરી વગર ધરણાં પર બેસી જતાં ઉતર પોલીસ સ્ટેશનના પી આઈ દ્વારા ધરણાં પર બેઠેલ પોલીસ કર્મચારીને ઉપવાસ સ્થળ પર થી ઉઠાડી ડીસા ઉતર પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા જ્યારે પોલીસ કર્મચારી ગ્રેડ પ્રે ની માંગ સાથે ધરણાં પર બેસતા આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સુભાષભાઈ ઠક્કર સહિત પાર્ટીના હોદેદારો પણ ઘટનાસ્થળે પહોંચી ગુજરાત પોલીસ કર્મચારીઓ ની ગ્રેડ પ્રે ની માંગ ને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું અને પોલીસ કર્મચારીઓના આંદોલનને ટેકો જાહેર કરવામાં આવ્યો હતો