સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન ડીસા સંચાલિત અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન d.n.p. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસા ના રાષ્ટ્રીય સેવા યોજનાના ઉપક્રમે આઝાદી કા અમૃત મહોત્સવ પર યુવા સંકલ્પ શ્રેષ્ઠ ભારત કે પાંચ સંકલ્પ અને ‘યુનિસેફ ફિલ્ડ એકસન થીમ સંદર્ભ વાસણા ગામે તારીખ 1 માર્ચ થી 7 માર્ચ 2020 સુધી આયોજિત ખાસ વાર્ષિક શિબિરનો શુભારંભ તારીખ 2 માર્ચ 2022 ના રોજ થયેલ જેમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ના કુલપતિ જે જે વોરાસાહેબ એનએસએસ ના વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા

આ કાર્યક્રમના મુખ્ય વક્તા ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી ગુજરાત રાજ્યના નાયબ નિયામક એન.એસ.એસ.ના વડા માનનીય મહેશભાઈ મહેતા એ વિદ્યાર્થીઓને ખૂબ સરળ ભાષામાં વ્યક્તિત્વ વિકાસ અને મોટીવેશનલ વકતત્વ આપી ઉત્સાહિત કર્યા કોલેજના આચાર્ય પ્રોફેસર રાજુભાઇ રબારી એ શાબ્દિક આવકાર આપ્યો હતો. કોલેજના કેમ્પસ નિયામક છગનભાઈ પટેલ અને ડીસાના પર્યાવરણ પ્રેમી હતા એ વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવ્યા હતા શિબિર વિશે સમગ્ર માહિતી ડીસા કોલેજના એનએસએસ પ્રોગ્રામ ઓફીસર ડો તૃપ્તિબેન સી પટેલે આપી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો. ડો મિત્તલબેન એન વેકરીયા અને પ્રો. દિવ્યાબેન જી પિલ્લઈ એ કર્યું હતું. શિબિરમાં મદદ કરનાર પ્રો. કે એમ પટેલ સાહેબે આભારવિધિ કરી હતી. મહેમાનોને સ્વાગત વિધિ પ્રો.આર ડી ચૌધરી અને પ્રો.અવિનાશ ચૌધરી તેમજ nss ના સ્વયંસેવકો ભાઇ બહેનો કરી હતી..