આમ તો સરહદી વિસ્તારો માં ક્યાંક ઢોરો ને ચરાવતા પાકીસ્થાન ના લોકો ભારત ની બોર્ડેર ક્રોસ કરવાની ધટના સામે આવે છે આવી જ ધટના સરહદી બોર્ડેર પર જોવા મળી હતી બિન્જો નામનો પાકિસ્તાની કિશોર યુવક તેના પરિવાર સાથે ઝઘડો કરીને ઘરેથી નીકળી ગયો હતો. અને 09/10 ફેબ્રુઆરી 2022 ની મધ્યરાત્રિએ અજાણતામાં આંતરરાષ્ટ્રીય સરહદ ઓળંગીને ભારતીય સીમામાં ઘૂસી ગયો હતો. અને કુડા-છાપરિયા લિંક રોડ પર પહોંચ્યો હતો. અને કુડા-છાપરિયા લિંક રોડ પર પહોંચ્યો હતો . BSF ના ૫૬ દળના સૈનિકો પકડાયા જ્યાં 56 બટાલિયન બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા તેને ઝડપી લેવામાં આવ્યો હતો.

ત્યારબાદ આ યુવક ને બીએસએફ દ્વારા તેને પાણી અને ખોરાક આપવામાં આવ્યો હતો ,પાકીસ્થાની કિશોર ની પૂછ પરછ કરતા જણાવ્યું હતું કે ગુમાનો પુત્ર બિન્જો (ઉ.વ 15), ગામ-અંડર, પોલીસ સ્ટેશન- વિકાસકર, તેહ તરીકે થઈ છે. નગરપારકર, જિલ્લો-થરપારકર, સિંધ, પાકિસ્તાન ,વધુમાં તેને મરકીનો રોગ છે અને તે ગરીબ પરિવારનો છે અને તેની 10 બહેનો છે.જેથી માનવ અભિગમ થી BSF ના ઉચ્ચ અધિકારી દ્વારા ભારત અને પાકીસ્થાન ના રેન્જર ની મીટીંગ કરી હતી આ માહિતી વિષે ચકાસણી કાર્ય બાદ સદ્ભાવના અને માનવતાના ઈશારે ફ્લેગ મીટિંગ દ્વારા પાક રેન્જર્સને સોંપવામાં આવ્યો હતો.