ગત રોજ બાઈવાડા ગામે આરોપીએ છરી વડે હિંચકારો હુમલો કરેલ હોઈ, જેમાં એક જ પરિવાર ના સભ્યો પૈકી ઘરના મોભી પતિ-પત્ની ઇજાગ્રસ્ત થયેલ હોય, જેઓ પાલનપુર હોસ્પિટલ માં સારવાર હેઠળ હોય, તેમનો પુત્ર તથા પુત્રવધુ ગુજરી ગયેલ હોય, અને પૌત્ર ઇજાગ્રસ્ત થયેલ હોય, જે અંગે ડીસા રૂરલ પોલીસ મથકે ફરિયાદ થયેલ હોય. … .. જેની આજ રોજ તપાસમાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ. જે. ચૌધરી સાહેબ તેમની ટીમ સાથે બાઈવાડા ગામે પહોંચતા, બે દિવસ થી ભૂખ તરસ થી ટળવળતા પશુઓને ઘાસ ચારો અને પાણી પીવડાવવાની પ્રાથમિકતા આપી…… કંસારી ગામના અગ્રણી ખેંગારભાઈ તથા સ્થાનિક માણસો ની મદદ મેળવી, રૂરલ પો.સ્ટે. ના તોસીનભાઈ ઘાંસુરા તથા રમેશભાઈ ચૌધરી એ બધા પશુઓ ને પાણી પીવડાવેલ, અને ઘાસચારો નાખેલ અને દુધાળી ભેંસ નું પાડું ધવરાવી ડીસા રૂરલ પોલીસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે….