ડીસાના વોર્ડ નંબર 3 માં ગાંધીનગરના એડિશનલ કમિશનર એ કોરોના દર્દીઓની મુલાકાત લીધી

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોરો કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.જેને લઈ કોરોના દર્દીઓ માંથી લોકોનું સંક્રમણ વધે નહિ તે માટે આરોગ્ય વિભાગ દ્વારા દર્દીઓને હોમ કોરોન્ટાઇન કરવામાં આવી રહ્યા છે.જે અંતર્ગત ડીસામાં પણ કોરોના કેસ વચ્ચે હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા તમામ લોકોને હોમ કોરોન્ટાઈન કરવામાં આવી રહ્યા છે ત્યારે ગાંધીનગરના રિજનલ કમિશ્નર ડી.કે પારીખ ડીસાની મુલાકાતે પહોંચ્યા હતા.જ્યાં નગરપાલિકા અને આરોગ્ય વિભાગની ટીમ સાથે રાખી ડી.કે પારેખ ડીસાના વોર્ડ ન-3 ના તમામ વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા.જ્યાં વોર્ડ ન-3માં આરોગ્ય વિભાગ દ્વારા હોમ કોરોન્ટાઈન કરેલા કોરોના પોજેટિવ દર્દીઓની મુલાકાત કરવામાં આવી હતી.આરોગ્ય વિભાગ દ્વારા કોરોના દર્દીઓને કેવી સારવાર આપવામાં આવી રહી છે તે અંગે પણ માહિતી પૂછવામાં આવી હતી.જે બાદ ડી.કે પારેખ ડીસાના લાઠી બજાર વિસ્તારમાં આવેલ સેન્ટર હોમ ખાતે પહોંચ્યા હતા.જ્યાં સેન્ટર હોમમાં આશ્રય લઈ રહેલા લોકોની મુલાકાત કરવામાં આવી હતી.જ્યાં સેન્ટર હોમ ખાતે આશ્રય લઈ રહેલા લોકોને પણ કેવી સુવિધાઓ આપવામાં આવે છે તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *