ગુજરાતનાં શિક્ષણ વિભાગ અને સરકાર સામે શિક્ષણ સહાયકો તેમણે પૂરો પગાર મળે તે માટે લડત ચલાવી રહ્યા હતા.. શિક્ષણ સહાયકોની આ લડતને પગલે સરકારે શિક્ષણ સહાયકોની તરફેણમાં નિર્ણય લઈ શિક્ષણ સહાયકોને પૂરો પગાર ચૂકવવાનો નિર્ણય કર્યો છે.. આ નિર્ણય બાદ બનાસકાંઠા જીલ્લામાં કાર્યરત બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં શિક્ષણ કાર્ય કરી રહેલા શિક્ષણ સહાયકોને પૂરો પગાર ગુજરાત સરકારના રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં ચૂકવવામાં આવ્યો હતો.. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ૨૧૩ શિક્ષણ સહાયકોને મંત્રીજીના હસ્તે પૂરા પગારની ચુકવણી કરવામાં આવી હતી.. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ દિનેશભાઇ અનાવડીયા ઉપસ્થિત રહ્યા હતા.. શિક્ષણ સહાયકોને આજે પૂરો પગાર મળતા શિક્ષણ સહાયકોમાં પણ ખુશી જોવા મળી હતી.. આજે શિક્ષણ સહાયકોને પૂરો પગાર ચૂકવવા આવેલા રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રીએ કોરોનાને શાળાઓ અંગે સરકાર દ્વારા આગામી સમયમાં શું નિર્ણય લેવામાં આવશે તે અંગે પુછવામાં આવેલા પ્રશ્નને લઈ જણાવ્યુ હતું કે સરકાર દ્વારા આ અંગે તાત્કાલિક નિર્ણય લેવામાં આવશે..