ડીસાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો. જે પ્રમાણે સમગ્ર ગુજરાતભરમાં લોકોની બેદરકારીના કારણે સંક્રમણ વધ્યું છે તેના કારણે ફરી એકવાર કોરોનાવાયરસ ના કેસો માં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને અગાઉ પણ લોકોની ભૂલના કારણે કોરોનાવાયરસથી બીજી લહેરમાં અનેક લોકો કોરોના મહામારીમાં મોતને ભેટ્યા હતા ત્યારે ફરી એકવાર લોકોના વધેલા સંક્રમણના કારણે સમગ્ર ગુજરાતભરમાં રોજેરોજ કોરોનાવાયરસ ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો માં કોરોનાવાયરસ ના કેસ વધે નહીં તે માટે સરકાર દ્વારા 15 થી 18 વર્ષના બાળકોને શાળામાં વેકશીન આપવાની શરૂવાત કરવામાં આવી છે. જે અંતર્ગત ડીસા શહેરમાં પણ હાલ આરોગ્ય વિભાગના અધિકારી ડૉ જીગ્નેશ હરિયાળીની અધ્યક્ષતામાં તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને કોરોના રસી આપવામાં આવી રહી છે જે અંતર્ગત આજે ડીસા શહેરમાં આવેલ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં પણ આજે તાલુકા આરોગ્ય અધિકારી ડો જીગ્નેશ હરિયાણીની અધ્યક્ષતામાં આજે કોરોના રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં શાળામાં અભ્યાસ કરતા 600 વિદ્યાર્થીઓને કોરોના રસી આપવામાં આવી હતી

ડીસા ની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ખાતે યોજાયેલા રસીકરણ અભિયાન માં 600 વિદ્યાર્થીઓ આજે કોરોના રસી લીધી હતી વિદ્યાર્થીઓનું માનવામાં આવે તો જે પ્રમાણે સતત કોરોનાવાયરસ ના કેસોમાં વધારો થઈ રહ્યો છે તેને લઈ હાલમાં નાના બાળકોમાં સૌથી વધુ કોરોના સંક્રમણ વધી રહી છે ત્યારે સરકાર દ્વારા જે શાળામાં કોરોના રસી આપવાની શરૂઆત કરી છે તેને વિદ્યાર્થીઓ બિરદાવી રહ્યા છે અને શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ આ કોરોના રસી અભિયાનમાં જોડાઇ રસીકરણ કરાવે તેવુ વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે..