દેશ અને રાજ્યમાં વધતા કોરોના અને ઓમિક્રોનના કેસોને લઈને ચિંતા ફેલાઈ છે. ત્યારે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ સ્કૂલોને લઈને મહત્વનું નિવેદન આપતા કહ્યું કે સ્કૂલોને SOPનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે. જે વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરવો છે. તે ઓનલાઈન અભ્યાસ કરી શકે છે.કોરોના કાળના બે વર્ષ બાદ રાજ્યમાં સ્કૂલો ખોલવામાં આવી હતી પરંતુ સ્કૂલમાં ભણતા બાળકો પણ કોરોનાથી સંક્રમિત થતા વાલીઓમાં ચિંતા ફેલાઈ હતી. રાજ્યમાં ખાસ કરીને ઓમિક્રોનના આગમન પછી કોરોના કેસ વધી ગયા છે અને તે જોતા સરકાર દ્વારા શાળા-કોલેજોમાં વધુ તકેદારી સાથે શિક્ષણ કાર્ય ચાલુ રાખવા સૂચના આપવામાં આવે છે અને વાલીઓને પણ તેમના બાળકને સ્કૂલે મોકલવું કે કેમ તે અંગે પસંદગી ઉપલબ્ધ કરાઇ છે તે વચ્ચે શાળાઓમાં કોરોના ઉભો થતા ઉભી થયેલી પરિસ્થિતિ પર એક પ્રશ્નનો જવાબ આપતાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, સરકાર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.

ડીઈઓ તથા અન્ય સરકારી તંત્ર વારંવાર શાળાઓમાં ડ્રાઈવ કરીને કોરોના પ્રોટોકોલનું પાલન થાય તે જોવા પણ કાર્યરત છે. પરંતુ હજુ પણ કોઇ વાલીઓને તેમના બાળકોની ચિંતા હોય તે સ્વાભાવિક છે અને સરકાર તેમાં કોઇ કડક વલણ અપનાવવા માગતી નથી. રાજ્યની શાળાઓમાં ઓફલાઈનની સાથે ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવા શાળાઓને જણાવાયું છે અને હવે બાળકોને શાળાએ મોકલવા અંગે વાલીઓ પાસેથી પુન: સંમતિ પત્ર લેવામાં આવશે.