ડીસાની એકસીલેન્સી હોટલ પાસે આજે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો.બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી દિનપ્રતિદિન અકસ્માતોની ઘટનામાં સતત વઘારો જોવા મળી રહ્યો છે.ખાસ કરીને વાહનચાલકોના ગફલતભરી ડ્રાઈવિંગ કારણે અકસ્માતો સર્જાતા હોય તેમ રોજબરોજ બહાર આવતું હોય છે. ત્યારે આજે ડીસામાંથી પસાર થતા નેશનલ હાઇવે નં 27 પર આવેલ એકસિલન્સી હોટલ પાસે સર્વિસ રોડ પર એક સ્વિફ્ટ કાર ચાલક દ્વારા સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. જોકે અકસ્માત ના પગલે કોઈ જાનહાનિ ન થતાં વાહનચાલકો અને રાહદારીઓએ હાશકારો અનુભવ્યો હતો

પરંતુ સ્વિફ્ટ કાર ચાલક દ્વારા કાબુ ગુમાવતા નેશનલ હાઇવે ઓથોરિટીની પ્રોટેક્શન જાળી તોડી કાર રોડની બીજી તરફ ધુસી જતાં કાર ચાલક ને નાની મોટી ઈજાઓ સાથે નેશનલ હાઇવે ઓથોરિટીની પ્રોટેક્શન જાળી તોડી પાડવામાં આવતા નુકશાન થયું હતું. આ અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતાં. અને ઘટના સ્થળે વાહનચાલકો નું ટ્રાફિક જામ થઇ જવા પામ્યું હતું જે બાદ ડીસા દક્ષિણ પોલીસ નો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિકને દૂર કરાવ્યું હતું