વાવ પંથક મા ખેડૂતોની રવી સીઝન ચાલી રહી છે તાલુકા ખરીદ સંઘ વેચાણ સંઘ માં અને અલગ અલગ ફાળવેલા ડેપો માં યુરિયા ખાતર ની તંગી સર્જાઈ છે ખેડૂતો ખાતર માટે ધરમ ધક્કા ખાઈ રહ્યા છે જ્યારે કેટલાક ગામડાઓ માં પ્રાઇવેટ એગ્રો માં યુરિયા ખાતર નો સંગ્રહ કરી ગોડાઉનો અને દુકાનો માં યુરિયા છુપાવી ને રાખ્યો છે જ્યારે ખેડૂતો પાસે થી બમણો ભાવ વસૂલવા ખેડૂતો માં આવા ખાનગી વેપારીઓએ એવો માહોલ ઉભો કરી દિધો છે કે ક્યાંય યુરિયા ખાતર મળતોજ નથી જેથી ખેડૂત મુજવણ માં મુકાયો છે

જેથી ખેડૂત મો માગ્યા ભાવે જ્યાં પણ મળે ત્યાં ખાતર ખરિદી કરી લે છે. જોકે ખેડૂત મજબૂર બની ગયો છે જોકે બાળક ને પોષણ ના સમય માં પોષણ ન મળે તો બાળક કુપોષિત રહી જાય છે એવી રીતે ખેતર માં વાવેલા પાક ને સમયસર ખાતર ન મળે તો ખેડૂત ને પૂરતું પાક માં ઉત્પાદન મળતું નથી અને ખેડૂતો ને ખર્ચો વધુ અને ઉત્પાદન ઓછું મળે છે અને ખેડૂત આર્થિક રીતે દેવાદાર બને છે જેથી વહેલી તકે સરહદી પંથક ના ખેડૂતો ને સરકાર યુરિયા ખાતર ની ઘટ પૂરી કરે નહીતો કોંગ્રેસ પાર્ટી ખેડૂતો ને સાથે રાખી ઉગ્ર આંદોલન કરશે એવી વાવ કોંગ્રેસ તાલુકા સમિતી પ્રમુખ નરસિંહભાઈ રાજપૂત દ્રારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.