તા.29 નવેમ્બર 2021 ના રોજ મોડેલ ડે સ્કૂલ નાળોદર માં ગોલગામ પી.એચ.સી. મેડિકલ ઓફિસર ડૉ. કિશનસિંહ ચૌહાણ તથા એમ.પી.એચ.એસ રણજીતસિંહ રાઠોડ તથા આરોગ્ય કર્મચારી જીગરકુમાર વાસુદેવભાઈ પંડ્યા તથા જાનુંબેન એચ પટેલ સી.એચ.ઓ તથા આશાફેસિલીટર ચંદ્રિકાબેન પંડ્યા તથા આશા કાર્યકર હંસાબેન વજીર દ્રારા તમાકુ નિયંત્રય કાર્યક્રમ યોજવા માં આવ્યો.જેમાં શાળાના આચાર્ય શ્રી હાર્દિકભાઈ તથા શાળા ના શિક્ષક મીત્રો ના સાથ સહકાર થકી વિધાર્થીઓ દ્રારા સારી રીતે તમાકુ નિયંત્રણ અંતર્ગત ના ચિત્ર દોરી જનજાગૃતિ કેવળવવા માટે સારો એવો પ્રયાસ કરવા માં આવ્યો.

અને સાથે સાથે વાવ આરોગ્ય ખાતે ફરજ બજાવતા ગૌતમભાઈ.એમ.રાજગોર દ્રારા તમાકુ નિયંત્રણ અને બીજા રોગો વિશે પણ માર્ગદર્શન આપવા માં આવ્યું હતું.આ કાર્યક્રમ દરમિયાન વાવ તાલુકા મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઈઝર નટુભાઈ .ડી પ્રજાપતિ તથા તાલુકા હેલ્થ વિઝીટર મંજુલાબેન જોશી પણ હાજર રહ્યા હતા અને સારું ચિત્ર દોરનાર વિદ્યાર્થી ને પ્રથમ બીજો અને ત્રીજો નંબર આપવામાં આવેલ.જે વિદ્યાર્થીઓ ને ઇનામ આપવા માં આવ્યું હતું.અને જે વિધાર્થીઓ એ ચિત્ર સ્પર્ધા માં ભાગ લીધો હતો તેમને પ્રોત્સાન રૂપે પણ ઇનામ આપવા માં આવ્યું.આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે નાળોદર મોડેલ ડે સ્કૂલ ના આચાર્ય શ્રી અને સ્ટાફ દ્વારા સારો સાથ સહકાર મળ્યો હતો.તે માટે ગોલગામ પીએચસી પરિવાર વતી તેમનો આભાર માનવા માં આવ્યો