
પાલનપુર ભૂસ્તર વિભાગ,આરઆર સેલે હિટાચી મશીન
પાલનપુરના દાનાપુરામાં માટીની રોયલ્ટી ચોરીનું કૌભાંડ ઝડપાયું છે . પાલનપુર ભૂસ્તર વિભાગ અને આર.આર.સેલ ભુજ રેન્જની ટીમએ ઘટના સ્થળેથી એક હિટાચી મશીન, પાંચ ડમ્પર મળી 1.75 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી તમામ વાહનો પાલનપુરના પૂર્વ પોલીસ મથકે લાવ્યા છે. જ્યારે ભૂસ્તર વિભાગે જ્યાં ખોદકામ થયું છે ત્યાં માપણી કામગીરી હાથ ધરી છે.
પાલનપુર ભૂસ્તર શાસ્ત્રી શુભાષ જોશી અને રેન્જઆઈજી જે આર મોથલીયાની ટીમે પાલનપુર તાલુકાના દાનાપુરા ગામમાંથી માટી રોયલ્ટી ચોરીનું મસમોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. અહીં શંકરજી હેમુજી ઠાકોરની માલિકીની જમીનમાં ગેરકાયદેસર ખોદકામ કરી માટી કાઢી વેચાણ કરવામાં આવતું હોવાની બાતમીના આધારે રેઇડ કરતા એક હિટાચી મશીન, પાંચ ટાટા કંપનીના હાઈવા ડમ્પર મળી આવ્યા હતા.
રેઇડ દરમ્યાન મળેલા વાહનોની તપાસ કરતા તે જીવણભાઈ કરશનજી ઠાકોર રહે. ઠાકોરવાસ અમીરગઢ, અમરતભાઈ હરચંદભાઈ ઠાકોર રહે- રાવળવાસ દાંતીવાડા, રવીભાઇ ડાયાભાઈ ઠાકોર (રહે, જોગણી માતાના મંદીર પાસે ચીત્રાસણી તા.પાલનપુર) ધીરજમલ રાવજીભાઈ ઠાકોર (રહે. દેવપુરા તા.પાલનપુર) મુકેશસિહ શાંતુસિંહ ચૌહાણ ( રહે આંત્રોલી તા.પાલનપુર), કૈલાશભાઈ રૂપાલાલ પ્રજાપતિ (રહે. દેવપુરા તા.પાલનપુર ) તમામ વાહન માલીક લખનભાઇ છગનભાઈ વણઝારા (રહે. દેવપુરા પાલનપુર) એ જમીન ઉપર ગેરકાયદેસર ખનન કરી માટી કાઢવા તથા કરતા હોય જેથી તેઓને વિરુધ્ધમાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને બોલાવી અને સ્થળ તપાસણી કરવા આગળની કાર્યવાહી માટે મુદ્દામાલ ખાણ ખનીજ વિભાગને સોપવામાં આવ્યો હતો.