
ગાંધી બાપુના ગુજરાત માં દારૂની કડક અમલવારી ના દાવા વચ્ચે દારૂ પકડાયો છે જેમાં થરાદ પો.સ્ટે. વિસ્તારમાંથી સૂકા ઘાસચારાની આડાશમાં ટ્રેક્ટર તથા ટ્રોલી માં ભરેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે જેમાં થરાદ પોલીસ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન કરબૂણ ગામે ચાર રસ્તા ઉપરથી નંબર પ્લેટ વગરના ટ્રેક્ટર માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૩૪૩૨ કિ.રૂા.૩,૦૪,૯૨૦/-ના પ્રોહી મુદ્દામાલ સાથે ચાલક ઈસમ મફાભાઈ માનસેંગાભાઈ પ્રજાપતિ(મડાવરા) રહે.ભાપી, તા.થરાદ તથા તેની સાથેના બીજા ઈસમ ડાયાભાઈ નરસેંગભાઈ પટેલ રહે.ભાપી, તા.થરાદ વાળાને પકડી પાડેલ અને ટ્રેક્ટર-ટ્રોલી સહિત કુલ કિ.રૂ.૫,૬૦,૯૨૦/-નો મુદ્દામાલ કબજે કરી બન્ને ઈસમ વિરુદ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.