શું તમે જાણો છો કે હોમ લોન માત્ર ઘર ખરીદવા અથવા બનાવવા માટે જ મળે છે તે હકીકત નથી. જો તમે તમારા જૂના મકાનનું નવીનીકરણ(Home Renovation) કરવા માંગતા હોય તો પણ હોમ લોન(Home Loan) અથવા હોમ લોન ટોપ-અપ (Home Loan Top-Up)મેળવી શકાય છે. જો તમે ઘરનું રીનોવેશન કરવા માંગતા હો, તો તમે ફંડ માટે જૂની હોમ લોનને ટોપ-અપ કરી શકો છો. આ સિવાય પ્રોપર્ટી સામે લોન પણ લઈ શકાય છે.

નાણાકીય બાબતોના નિષ્ણાતો કહે છે કે હોમ લોન ટોપ-અપ વધુ સારો વિકલ્પ છે. આનું કારણ એ છે કે તેનો વ્યાજ દર ઓછો છે જ્યારે તે પ્રોપર્ટી લોન માટે વધુ વ્યાજ દર હોય છે. તે કિસ્સામાં પહેલા ઘરના નવીનીકરણ માટે બજેટ તૈયાર કરો. જુદા જુદા વિક્રેતાઓ પાસેથી ક્વોટેશન મેળવો અને તમારા હોમ લોન ધીરનારને તમામ દસ્તાવેજો સબમિટ કરો. હોમ રિનોવેશન લોન માટેની પ્રક્રિયા હોમ લોન જેવી જ છે. તમારે નવીનીકરણનો પુરાવો પણ રજૂ કરવો પડશે.
કેટલા ટકા સુધી લોન મેળવી શકાય જાણો ?
ઘરના રિનોવેશન, મોડીફાઇંગ, રિપેરિંગ માટે હોમ રિનોવેશન લોન લઇ શકાય છે. હોમ રિનોવેશન લોનની સુવિધાઓ વિશે વાત કરીએ તો, તે મિલકતના મૂલ્યના 90-100 ટકા સુધી હોઇ શકે છે. LIC હાઉસિંગ ફાઇનાન્સ વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર આ માટે ચુકવણીનો સમયગાળો પગારદાર વ્યક્તિ માટે મહત્તમ 30 વર્ષનો હોઈ શકે છે. સેલ્ફ એમ્પ્લોઇડ માટે આ 20 વર્ષ છે.
લોન મેળવવી હોય તો આ ડોકયુમેન્ટ ની જરૂર પડશે
- તો રહેણાંક ID જરૂરી છે
- આવકના પુરાવા
- નવીનીકરણના દસ્તાવેજો અથવા ક્વોટેશન
- એમ્પ્લોયરની વિગતો
- છેલ્લા છ મહિનાનું બેંક સ્ટેટમેન્ટ
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- લોન પ્રોસેસિંગ માટે કેન્સલેશન ચેક
- આધાર, પાન કાર્ડ જેવા દસ્તાવેજો જરૂરી છે.